<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

કોંગ્રેસમાં પ્રાણ ફુંકવા ખડગે ખડગે 'કામરાજ–૨' લાવી શકે છે : રાહુલ–પ્રિયંકાની મહત્વની ભૂમિકા

રાજીનામું લઈને અથવા તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓને દૂર કરીને આગામી થોડા દિવસોમાં, તેમની કામરાજ–૨ યોજના હેઠળ સંગઠનનું પુનર્ગઠન કરી શકે છે

નવી દિલ્હી, તા.૩ :  દેશના રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટીની હારને દૂર કરવા અને સંગઠનને પુનર્જીવિત કરવાના પ્રયાસમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કડક પગલાં લઈ શકે છે અને કામરાજ–૨ યોજનાનો અમલ કરી શકે છે. આ સાથે વરિષ્ઠ અને યુવા નેતાઓ વચ્ચે સંતુલન જાળવીને પાર્ટીને નવી દિશા આપી શકાય છે, પરંતુ તેના જોખમને ધ્યાનમાં લઈને પાર્ટી હાલમાં તેનું હોમવર્ક કરી રહી છે.

કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે યુવાઓને પ્રમોટ કરતી વખતે વરિષ્ઠ નેતાઓનું સન્માન જાળવવું પાર્ટી નેતૃત્વ માટે પડકાર છે. ઘ્ષ્ઘ્માં નિખાલસતાથી બોલતા ખડગેએ આગળના રોડમેપ તરફ ઈશારો કર્યો છે. આગામી થોડા દિવસોમાં, ખડગે રાજીનામું લઈને અથવા તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓને દૂર કરીને તેમની કામરાજ–૨ યોજના હેઠળ સંગઠનનું પુનર્ગઠન કરી શકે છે. આ સિવાય મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, છત્તીસગઢ જેવા કેટલાક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોના રાજીનામા પણ આવી શકે છે. કેટલાક રાજ્યોમાં પાર્ટીની કમાન યુવા નેતાઓના હાથમાં હોઈ શકે છે. જ્યારે રાજ્યોમાં કાર્યક્ષમ વ્યૂહરચના ધરાવતા નેતાઓને કેન્દ્રીય રાજકારણમાં બોલાવી શકાય છે.

– ૧૩ રાજ્યોની હારથી હચમચી

કોંગ્રેસને છેલ્લા બે વર્ષમાં ૧૭માંથી ૧૩ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં તાજેતરમાં મળેલી હારથી પાર્ટી નેતૃત્વ હચમચી ગયું છે.

– ઉત્તર–દક્ષિણ સંતુલનનો પડકાર

હાલમાં, પક્ષના પ્રમુખ અને સંગઠન મહાસચિવ જેવા બંને મુખ્ય પદો દક્ષિણ ભારતના નેતાઓ પાસે છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પોતે કર્ણાટકના છે, જ્યારે સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ કેરળથી છે. આ કારણે ઉત્તર અને પૂર્વોત્તર રાજ્યોના નેતાઓ અને કાર્યકરો તેમને મળવામાં સંકોચ અનુભવે છે. વેણુગોપાલ પર 'અતિશય બોજ' અંગે આંતરિક રીતે સમયાંતરે ટિપ્પણીઓ પ્રકાશમાં આવે છે. કેટલાક નેતાઓ લાંબા સમયથી સંગઠનમાં રહ્રયા છે.

– રાહુલ–પ્રિયંકાની મહત્વની ભૂમિકા

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની સાથે મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી હવે પાર્ટીના નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રાહુલે ઘ્ષ્ઘ્ની બેઠકમાં ખડગેને કડક કાર્યવાહી કરવા પણ કહ્રયું છે.

– કામરાજ યોજનાએ ચિત્ર બદલી નાખ્યું હતું

ચીન સાથેના યુદ્ધમાં મળેલી હારથી વડાપ્રધાન જવાહરલાલ નેહરુની છબી ખરડાઈ રહી હોવાથી તત્કાલીન કોંગ્રેસ સરકાર જનતા પર પોતાનો દબદબો અનુભવી રહી હતી. આવી સ્થિતિમાં તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી કે. કામરાજની યોજના હેઠળ નેહરુએ સરકારના મંત્રીઓ અને રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસેથી મોટા પાયે રાજીનામા લીધા હતા. તેમજ વરિષ્ઠ અને યુવા નેતાઓ વચ્ચે સંતુલિત રીતે જવાબદારીઓની વહેંચણી કરીને નવી ટીમની રચના કરવામાં આવી હતી. કામરાજ યોજનાએ કોંગ્રેસને મજબૂત બનાવવામાં મદદ કરી.

– કોંગ્રેસની સ્થિતિ

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં હારની સમીક્ષા અને જવાબદારી હજુ નક્કી કરવામાં આવી નથી. હરિયાણામાં ચૂંટણીના ઘણા દિવસો બાદ પણ વિપક્ષના નેતા નક્કી નથી થયાહાર બાદ મહારાષ્ટ્રમાં પ્રદેશ પ્રમુખ અને પ્રભારી વિરુદ્ધ સ્થાનિક નેતાઓની નિવેદનબાજી.

(11:38 AM IST)