News of Tuesday, 3rd December 2024
બાંગ્લાદેશઃ ચિન્મય દાસનો કેસ લડી રહેલા વકીલ પર કટ્ટરવાદીઓ દ્વારા હુમલો : ICUમાં દાખલ

નવી દિલ્હી, તા.૩: ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે દાવો કર્યો છે કે બાંગ્લાદેશના હિન્દુ સાધુ ચિન્મય કળષ્ણ પ્રભુનો કાનૂની કેસમાં બચાવ કરી રહેલા એડવોકેટ રમેન રોય પર ‘ક્રૂર હુમલો' થયો છે. દાસે દાવો કર્યો કે રોયની એક માત્ર ભૂલ એ હતી કે તે પ્રભુનો બચાવ કરી રહ્યા હતા તેમણે કહ્યું કે ઈસ્લામવાદીઓના એક જૂથે તેના ઘરમાં તોડફોડ કરી.
બાંગ્લાદેશમાં અશાંતિ ત્યારે શરૂ થઈ જ્યારે આધ્યાત્મિક નેતા ચિન્મય કળષ્ણની ૨૫ નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી અને ૨૫ ઓક્ટોબરે ચિત્તાગોંગમાં બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજ પર ભગવો ધ્વજ ફરકાવવા બદલ રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો. ધરપકડ બાદ હિંસક અથડામણ થઈ હતી, જેમાં ૨૭ નવેમ્બરે ચિટાગોંગમાં વકીલ સાથેની જીવલેણ ઘટનાનો સમાવેશ થાય છે.
છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મગુરુ ચિન્મય કળષ્ણ દાસની ધરપકડને લઈને હોબાળો મચી ગયો છે. રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા ચિન્મય પ્રભુને લઈને ઈસ્કોને એક નિવેદન જારી કરીને એવા અહેવાલોને નકારી કાઢયા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ચિન્મય પ્રભુનો ઈસ્કોન સંગઠન સાથે કોઈ સંબંધ નથી.
સંસ્થાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ઇસ્કોન ચિન્મય કળષ્ણ દાસના અધિકારોનું સમર્થન કરે છે અને હિંદુઓ અને તેમના ધર્મસ્થાનોની સુરક્ષા માટે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાના ચિન્મયના અધિકારોથી પોતાને દૂર રાખ્યા નથી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે અન્ય તમામ સનાતની જૂથો સાથે મળીને હિંદુઓની સુરક્ષાને સમર્થન આપીએ છીએ અને બાંગ્લાદેશમાં લઘુમતીઓ માટે શાંતિપૂર્ણ જીવનનું વાતાવરણ ફરીથી બનાવવાની હાકલ કરીએ છીએ.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
