<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

બેંગ્લોરમાં રાત્રે વરસાદે જોર પકડ્યું: કર્ણાટકના ૭ જિલ્લામાં ૨ થી ૮ ઇંચ વરસાદનું એલર્ટ જાહેર: બેંગ્લોર અને કર્ણાટકના અન્ય ભાગોમાં બે દિવસ વરસાદનું જોર રહેશે: તામિલનાડુમાં ભારે વાવાઝોડાએ વિનાશ વેર્યો

બેંગ્લોરમાં આજે રાત્રે પણ વરસાદે જોર પકડ્યું છે: આજે સોમવારે સવારથી ઝરમર વરસાદ પડતો હતો. દરમિયાન અત્યારે રાત્રે ૧૧ વાગ્યે ભારે વરસાદ પડી રહ્યો છે.

દરમિયાન બેંગ્લોર અને કર્ણાટકના અન્ય ભાગોમાં આગામી બે દિવસ વરસાદનું જોર રહેશે તેવી આગાહી થઈ છે. તામિલનાડુમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ક્રિષ્નાગીરી જિલ્લામાં અનેક વાહનો તણાઈ ગયા.

ફેંગલ વાવાઝોડાની અસર હેઠળ બેંગલુરુમાં સતત ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે. દરમ્યાન કર્ણાટકના સાત જિલ્લાઓમાં શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ થયાનું જાણવા મળે છે.

હસન, મંડ્યા અને રામનગરા માટે અઢીથી ૪ ઇંચ વરસાદનું યલો એલર્ટ અને ઉડુપી, ચીકમાંગલુરું અને ચીક્કબાલાપુર માટે ચારથી આઠ ઈંચ જેવો ભારેથી અતિ ભારે વરસાદ પડવાનીની ચેતવણી આપતું ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે.

(11:29 PM IST)