News of Monday, 2nd December 2024
અંતરિક્ષમાં કૃત્રિમ સૂર્યગ્રહણને માટે દુનિયા તૈયાર થઈ જાય : અંતરિક્ષ યાન ૪ડિસેમ્બરે ૪ વાગે ઉડાન ભરશે
પ્રોબા-૩ મિશન યુરોપીય અંતરિક્ષ એજન્સીના કક્ષામાં ચોક્કસ રીતે ઉડાન ભરવાનો પહેલો પ્રયાસ તેમાં બે અંતરિક્ષ યાન ગ્રહની ચારેબાજુ એવી વ્યવસ્થામાં ચક્કર લગાવશે,

પેરિસ: આગામી સૂર્યગ્રહણ થાય તેને જોવા માટે હજુ મહિનાઓ સુધી રાહ જોવી પડશે, પરંતુ પૃથ્વીની ઉપર વૈજ્ઞાનિક જલ્દી કૃત્રિમ સૂર્યગ્રહણ બનાવી ઇતિહાસ રચવાને માટે તૈયાર છે. યુરોપીય સ્પેસ એજન્સીના અંતરિક્ષ મિશનને માટે અંતિમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં સેટેલાઈટને મોકલી પૃથ્વીથી ખૂબ જ ઉપર કૃત્રિમ સૂર્યગ્રહણ બનાવવાને માટે ઉપયોગ કરાશે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) તેમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.પ્રોબા-૩ મિશન યુરોપીય અંતરિક્ષ એજન્સીના કક્ષામાં ચોક્કસ રીતે ઉડાન ભરવાનો પહેલો પ્રયાસ છે. તેમાં બે અંતરિક્ષ યાન ગ્રહની ચારેબાજુ એવી વ્યવસ્થામાં ચક્કર લગાવશે, જે એક મિલીમીટરથી પણ વધુ હટતી નથી. જો બધું ઠીકઠાક રહ્યું તો, અંતરિક્ષા યાન બુધવાર તા. ૪ ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર સાંજે ૪-૦૮ કલાકે ભારતના શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરશે. તેને ઈસરોના પોલર સૈટેલાઈટ લૉન્ચ વ્હીલ (પીએસએલવી) થી લૉન્ચ કરવામાં આવશે. આ મિશનનો ઉદ્દેશ્ય બે સૈટેલાઈટની જોડીનો ઉપયોગ કરીને સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવાનો છે. કૃત્રિમ સૂર્યગ્રહણ ની સ્થિતિ બનવા પર વૈજ્ઞાનિકોને માટે સૈટેલાઈટની મદદથી સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવાને માટે સારી તક હશે. પ્રોબા-૩ મિશનમાં બે ઉપગ્રહ સામેલ છે- ઑકલ્ટર સૈટેલાઈટ (ઓએસસી) અને
કોરોના ગ્રાફ સૈટેલાઈટ (સીએસસી). ઓએસસી માં ૧.૪ મીટરની ઑકલ્ટરીંગ ડિસ્ક છે,જે સૂરજના પ્રકાશને રોકવાને માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે ૧૫૦ મીટરના અંતર પર લગભગ ૮ સેન્ટીમીટર પહોળી છાયા બનાવે છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
