<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

હવે “ ડેથ કલૉક ”એપ મૃત્યુનો દિવસ બતાવશે

એપ વ્યક્તિનો આહાર, વ્યાયામ, તનાવનું સ્તર, ઊંઘ, લાઈફ સ્ટાઈલ વિશે જાણકારીનો ઉપયોગ કરીને અનુમાન લગાવી શકાશે

કૈલિફોર્નિયા: કૈલિફોર્નિયાના એક વૈજ્ઞાનિક બ્રૈટ ફ્રેશને કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ-સંચાલિત એપ) ટેકનીકની મદદથી “ડેથ ક્લૉક” એપ બનાવી જુલાઈમાં લોન્ચ કરી છે. એપ વ્યક્તિનો આહાર, વ્યાયામ, તનાવનું સ્તર, ઊંઘ, લાઈફ સ્ટાઈલ વિશે (૨૫ બાબતોની) જાણકારીનો ઉપયોગ કરીને અનુમાન લગાવી શકાશે કે, કોઈપણ મનુષ્યના મૃત્યુનો દિવસ કયો હોઈ શકે છે. આ ડેથ ક્લૉક એપ દિવસે દિવસે ખૂબ જ લોકપ્રિય બની રહી છે. અત્યાર સુધીમાં તેને ૧.૨૫ લાખ લોકો તેને ડાઉન લોડ કરી ચૂક્યા છે. તે ફિટનેસ અને સ્વાસ્થ્યની શ્રેણીમાં સાવધાની રૂપ પણ છે. કારણ કે આ એપ નો ઉપયોગ કરનારને જીવન શૈલીમાં કયા કયા પ્રકારના ફેરફાર કરવાથી મોતનું જોખમ ટાળી શકાય છે તે બાબતે સૂચનો પણ કરે છે

(10:45 PM IST)