<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

પૈસાને બદલે વોટના આરોપને પગલે મુંબઈ પોલીસે ભાજપ નેતા વિનોદ તાવડેનું પ્રેસ બ્રિફિંગ બંધ કરાવ્યું

BVA નેતા હિતેન્દ્ર ઠાકુરે વિનોદ તાવડે પર મતદારોને આકર્ષવા માટે મુંબઈથી 60 કિમી દૂર વિરારમાં એક હૉટલમાં 5 કરોડ રૂપિયા વહેંચવાનો આરોપ મૂક્યો

મુંબઈ પોલીસ મંગળવારે ભાજપના નેતા વિનોદ તાવડેની પ્રેસ બ્રીફિંગમાં પૈસાને બદલે વોટના ગંભીર આરોપોને પગલે પહોંચી હતીબીજેપી નેતા વિનોદ તાવડે કફ પરેડમાં પાર્ટીના કાર્યાલયમાં પત્રકાર પરિષદને સંબોધવાના હતા.

મહારાષ્ટ્રમાં પાલઘર પોલીસે પાલઘરની એક હૉટલમાં મતદારોને કથિત રીતે પૈસા વહેંચવાના આરોપમાં ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને પક્ષના ઉમેદવાર રાજન નાઈક સામે કેસ નોંધ્યો છે.

  મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના કલાકો પહેલા, BVA નેતા હિતેન્દ્ર ઠાકુરે વિનોદ તાવડે પર મતદારોને આકર્ષવા માટે મુંબઈથી 60 કિમી દૂર વિરારમાં એક હૉટલમાં 5 કરોડ રૂપિયા વહેંચવાનો આરોપ મૂક્યો હતો, જે દાવાને ભાજપના નેતાએ નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તેઓ માત્ર પાર્ટીના કાર્યકરોને માર્ગદર્શન આપી રહ્યા હતા.

 એક વાયરલ વીડિયોમાં BVA પાર્ટીના સમર્થકો પોલીસે તેમને બર કાઢે તે પહેલા વિરારની એક હૉટલના રૂમમાં તાવડેના ચહેરા પર રોકડના બંડલ ઉડાવી હોવાનું જોવા મળ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે, મીરા ભાઈંદર-વસઈ વિરાર (MBVV) પોલીસે તાવડે અને રાજન નાઈક વિરુદ્ધ FIR નોંધી છે, જેઓ 20 નવેમ્બરની રાજ્યની ચૂંટણી નાલ્લાસોપારા બેઠક પરથી લડી રહ્યા છે.

હૉટલમાં ત્રણ કલાકથી વધુના હંગામા પછી, હિતેન્દ્ર ઠાકુર, તેમના દીકરા ક્ષિતિજ, તાવડે અને ભાજપના ઉમેદવાર નાઈકે હૉટલમાં પ્રેસ કોન્ફરન્સ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, પ્રેસ કોન્ફરન્સ શરૂ થતાં જ ચૂંટણી અધિકારીઓએ તેને ગેરકાયદેસર હોવાનું જણાવીને અટકાવી હતી.

દરમિયાન,ભાજપે મંગળવારે મહારાષ્ટ્રના પાલઘરમાં તેના એક વરિષ્ઠ નેતા દ્વારા મતદારોને પૈસા વહેંચણીના આરોપને નકારી કાઢ્યો હતો, અને દાવો કર્યો હતો કે વિપક્ષી શિબિર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં હારનો અહેસાસ કરીને આવા "વાહિયાત" આરોપોથી ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

 

 

 

(12:19 AM IST)