<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

આસામના કરીમગંજ જિલ્લાનું નામ બદલાયું :હવેથી આ જિલ્લો 'શ્રી ભૂમિ' તરીકે ઓળખાશે

સીએમ હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કર્યું કે, 100 વર્ષ પહેલા, કવિગુરુ રવિન્દ્રનાથ ટાગોરે આસામના આધુનિક કરીમગંજ જિલ્લાને 'શ્રી ભૂમિ', માતા લક્ષ્મીની ભૂમિ તરીકે વર્ણવી હતી

આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. કેબિનેટની બેઠકમાં બરાક ઘાટીના કરીમગંજ જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ જિલ્લો હવે શ્રીભૂમિ તરીકે ઓળખાશે. .

   આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કર્યું કે, 100 વર્ષ પહેલાં, કવિગુરુ રવિન્દ્રનાથ ટાગોરે આસામના આધુનિક કરીમગંજ જિલ્લાને 'શ્રી ભૂમિ', દેવી લક્ષ્મીની ભૂમિ તરીકે વર્ણવી હતી. આજે આસામ કેબિનેટે લાંબા સમયથી ચાલતી આ માંગણી પૂરી કરી છે. 

    સરમાએ કહ્યું કે કરીમગંજનું નામ બદલવાનું પગલું જિલ્લાના લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. અમે એવા નામો બદલવાનું ચાલુ રાખીશું કે જેનો કોઈ શબ્દકોષ સંદર્ભ અથવા અન્ય કોઈ ઐતિહાસિક પુરાવા નથી, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. અમે લાંબા સમયથી આ કરી રહ્યા છીએ અને તે ચાલુ પ્રક્રિયા છે 

  કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આસામ કેબિનેટે આજે આસામ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીએ સમિટમાં ભાગ લેવા માટે પોતાની સંમતિ આપી દીધી છે.

   હિમંતા બિસ્વા સરમાએ વધુમાં કહ્યું કે, આસામ કેબિનેટે આજે 30 ડિસેમ્બર પહેલા પંચાયત ચૂંટણી માટે મતદાર યાદી જાહેર કરવાનો નિર્ણય લીધો છે. જો 30 ડિસેમ્બર સુધીમાં મતદાર યાદી પ્રસિદ્ધ થશે તો અમે 10 ફેબ્રુઆરી 2025 સુધીમાં પંચાયત ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી શકીશું. પંચાયત ચૂંટણીની તારીખ જાન્યુઆરી, 2025ના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.

 

  

(9:02 PM IST)