હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્યપ્રદેશમાં લથડિયું ખાધું તો પીધેલા ઘોષિત:ચૂનાની લાઈનનો ઉપયોગ કર્યો :પોલીસે કરાવેલો ડ્રિંક ટેસ્ટ વાયરલ : જુઓ વિડિઓ
રતલામમાં દારૂ પ્રેમીઓ રોડ પર લાઈન પર કેટવોક કરતા જોવા મળ્યા: નશામાં ધૂત ડ્રાઈવરોને રોડ પર દોરવામાં આવેલ પટ્ટા પર ચાલવાનું કહી તે બરાબર ચાલે છે કે નહી તેની ચકાસણી

મધ્યપ્રદેશ/ સીધી લાઈન પર ચાલો, લથડિયું ખાધું તો પીધેલા ઘોષિત, પોલીસે કરાવેલો ડ્રિંક ટેસ્ટ વાયરલ#MadhyaPradeshNews #MadhyaPradeshPolice #Alcoholics #PoliceAction #UniqueChecking pic.twitter.com/xBUHDb20Je
— news (@v181989) November 19, 2024
મધ્યપ્રદેશનાં રતલામમાં દારૂ પ્રેમીઓ રોડ પર લાઈન પર કેટવોક કરતા જોવા મળ્યા હતા. ત્યારે રસ્તા પર જાણે કે કોઈ ફેશન શો કે સ્ટેજ કેટવોક નથી ચાલી રહ્યું પણ દારૂ પીનારાઓની માનસિક અને શારીરિક તંદુરસ્તી ચકાસવા માટે પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવવા આવ્યો છે. રતલામ પોલીસ દ્વારા આ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા રાત્રીનાં સમયે નશામાં ધૂત ડ્રાઈવરોને રોડ પર દોરવામાં આવેલ પટ્ટા પર ચાલવાનું કહી તે બરાબર ચાલે છે કે નહી તે બાદ તેઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે
મળતી માહિતી મુજબ લાઈન પર ચાલતી વખતે જો ડ્રાઈવર ઠોકર ખાય તો સમજી લેવાનું કે તે નશામાં છે. જે બાદ તેનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. તેમજ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશ. આ બાબતે રતલામ એસપી અમિતકુમારની સૂચના પર દારૂ પી ને રોડ પર વાહન ચલાવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા જીલ્લા તથા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની લાઈન લાગી શંકાસ્પદ દારૂડિયાઓની ચકાસણી કરવામાં આવી હતી.
શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનાં કારણે અકસ્માતનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેથી ઘણા લોકોનાં મોત નિપજે છે. જીલ્લામાં એવા ઘણા પોલીસ સ્ટેશન એવા છે. જ્યાં દારૂ પીધેલ છે કે નહી તે ચેક કરવા માટે બ્રેથ એનાલઈઝર નથી. આવા સંજોગામાં પોલીસ વાહન રોકીને અનોખી રીતે વાહન ચાલકોની નશાની હાલતમાં છે કે નહી તે ચેક કરી રહી છે.
આ સમગ્ર બાબતે એસપી અમિતકુમારે જણાવ્યું હતું કે, જ્યાં બ્રેથ એનાલાઈઝ ઉપલબ્ધ નથી. ત્યાં ડ્રાઈવર નશાની હાલતમાં છે કે નહી તેની તપાસ કરવામાં આવી રહી છે. જેના માટે પોલીસ દ્વારા રસ્તા પર બનાવેલ વ્હાઈટ પટ્ટા પર તેઓને ચાલવાનું કહેવામાં આવે છે. નશામાં ધૂત વ્યક્તિ તેનાં શરીરનું સમતુલન જાળવી શકતો નથી. આવી પરિસ્થિતિમાં તેની ડોક્ટરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. જે બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
