News of Saturday, 16th November 2024
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં ભીષણ આગ ભભૂકી : 10 બાળકોના કરૂણમોત
જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત તમામ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા :અત્યાર સુધીમાં 37થી વધુ બાળકોને બચાવીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં આજે શુક્રવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના સર્જાઈ છે. આગ લાગવાની મોટી ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત નીપજ્યાં છે
સમગ્ર ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. રેસ્ક્યુ ટીમ બચાવ કાર્યમાં લાગી છે
સમગ્ર ઘટના મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત તમામ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જ્યારે ઘટનાને પગલે મેડિકલ કોલેજની વિજળી કાપી નાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 37થી વધુ બાળકોને બચાવીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
