<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

સરકાર આર્થિક આધાર પર આરક્ષણ લાવશે તો, જાતિપ્રથા સમાપ્ત થઈ જશે:સ્વામી રામભાદ્રાચાર્ય

રાજકીય નેતાઓ સમાજને નાની-નાની જાતિઓમાં વિભાજીત કરી રહ્યા છે

નવી દિલ્હી : આરક્ષણ બાબતે સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે કડક શબ્દોમાં કહ્યું કે, રાજકીય નેતાઓ સમાજને નાની-નાની જાતિઓમાં વિભાજીત કરી રહ્યા છે. જો સરકાર જાતિપ્રથાને સમાપ્ત કરવા ઈચ્છતી હશે તો, સરકારે આરક્ષણને આર્થિક આધાર પર લાગું કરવું જોઈએ. તેનાથી જ જાતિપ્રથા આપો આપ સમાપ્ત થઈ જશે. 

 

  ભારતીય સમાજમાં (હિન્દુઓમાં) કોઈ અસ્પૃશ્ય નથી અને કોઈ અછત નથી. વેદ-શાસ્ત્રો અને ધર્મગ્રંથોમાં ૪ વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને ભગવાનનીની રચના કહી છે. બ્રાહ્મણને ભગવાનનું મુખ, ક્ષત્રિયને… ભૂજા તેમજ શુદ્રને…ચરણ કહેવામાં આવ્યા છે. જો ભગવાનના ચરણમાંથી નીકળીને ગંગાજી સૌથી પવિત્ર નદી બની ગઈ, તો ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈને શુદ્ર અછૂત કેવી રીતે બની શકે.? વેદોનો અભ્યાસ નહીં કરવાને કારણે આ બધી ખોટી વાતો ઉભી કરવામાં આવી છે. 

  સરકાર જો આર્થિક આધાર પર આરક્ષણ લાગુ કરશે, તો આપો-આપ ભારતના ૮૦ ટકા લોકો હિંદુઓ થઈ જશે, અને જાતિપ્રથા જેવું કંઈ જ રહેશે નહીં.

બધાનો ઉપાય છે, વધારે બાળકો પેદા કરવાની આવશ્યકતા નથી. બધા આપણાથી વિખુટા પડી ગયા છે, વિખુટા પડેલા હિન્દુઓ પાછા આવશે, ફરી એકવાર આપણે સૌને પાછા લાવીશું.

(12:22 AM IST)