તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 23rd October 2024
મહારાષ્ટ્ર ચૂંટણી માટે NCP ની 38 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર : અજિત પવાર બારામતી બેઠક પરથી ચૂંટણી લડશે
અમુક ચહેરાઓને બાદ કરતાં મોટાભાગના જૂના ચહેરાઓને સ્થાન મળ્યું

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધનમાં ભાજપ પછી શિંદે જૂથે શિવસેનાના ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી, NCPના અજિત પવાર જૂથે બુધવારે તેના 38 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં અમુક ચહેરાઓને બાદ કરતાં મોટાભાગના જૂના ચહેરાઓને સ્થાન મળ્યું છે. એનસીપી પ્રમુખ અજિત પવારનું નામ પણ ઉમેદવારોની યાદીમાં છે. અજિત પવાર ફરી એકવાર બારામતી બેઠક પરથી ચૂંટણી લડશે.
અગાઉ મહાયુતિમાં ભાજપે સોમવારે તેના 99 ઉમેદવારોની પ્રથમ માહિતી જાહેર કરી હતી. ભાજપના એક દિવસ પછી, શિંદે જૂથની શિવસેનાએ મંગળવારે 45 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.
288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 23મી નવેમ્બરે મતગણતરી થશે. પરિણામ પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં મહાયુતિનું ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સાથે ગઠબંધન છે. હાલમાં રાજ્યમાં ત્રણ પક્ષોના સહયોગથી સરકાર ચાલી રહી છે. રાજ્યની કમાન સીએમ એકનાથ શિંદેના હાથમાં છે. દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ડેપ્યુટી સીએમ છે.

(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
