News of Tuesday, 22nd October 2024
સલમાને જે હરણને માર્યુ તે બિશ્નોઈ માટે હતું ઈશ્વર સમાન ? હવે લોરેન્સ લઈ રહ્યો છે તેનો બદલો
સલમાન ખાને જે ચિંકારાનો શિકાર કર્યો તેનું બિશ્નોઈ સમાજમાં અનેરું મહત્ત્વ છે આ સમાજ ચિંકારાને એક પ્રાણી નહીં પણ સાક્ષાત તેમના ધર્મગુરૂનો એક અવતાર માને છે

નવી દિલ્હી, તા.૨૨: ૧૯૯૮માં ‘હમ સાથ સાથ હૈ' ફિલ્મના શૂટિંગ દરમ્યાન સલમાન ખાનને શિકાર કરવાનું મન થયું, જંગલના બધા જ પ્રાણીઓ છોડીને સલમાને બે કાળા હરણનો શિકાર કર્યો, આ જ કાળા હરણને ઇંગ્લિશમાં Blackbuck એટલે કે ચિંકારા કહેવામાં આવે છે. બિશ્નોઈ સમાજ વર્ષોથી સલમાન ખાન વિરુદ્ધ ચિંકારાના ગેરકાયદેસર શિકાર માટે કોર્ટમાં યાચિકાઓ દાખલ કરતું આવ્યું છે. સલમાન ખાને જે ચિંકારાનો શિકાર કર્યો તેનું બિશ્નોઈ સમાજમાં અનેરું મહત્ત્વ છે. આ સમાજ ચિંકારાને એક પ્રાણી નહીં પણ સાક્ષાત તેમના ધર્મગુરુનો એક અવતાર માને છે.
૧૫મી શતાબ્દીમાં ગુરુ જમભેશ્વર દ્વારા બિશ્નોઈ સમાજની સ્થાપના કરવામાં આવી, બિશ્નોઈ સમાજ આ કાળા હરણને તેમના ગુરુનો અવતાર માને છે. પ્રાણી, જીવ-જંતુઓ અને વળક્ષોનું રક્ષણ કરવું જેવી બાબતો બિશ્નોઈ સમાજ પોતાની પ્રાથમિક જવાબદારીઓ માને છે. આવા લગભગ ૨૯ નિયમોની યાદીઓને આ સમાજમાં માન્યતા આપવામાં આવી છે. પ્રાણીઓ અને વન્યજીવનનું રક્ષણ કરતી ઘણી ઘટનાઓ તેમની સાથે ચર્ચામાં રહી ચૂકી છે
૧૭૩૦માં બિશ્નોઈ સમાજ ખેજરી વળક્ષોનું રક્ષણ કરી રહ્યું હતું. તે સમયે રાજા અભય સિંહે આવા ઘણા વળક્ષોને કાપવાના આદેશ આપ્યા. આ ખેજરી વળક્ષોનું રક્ષણ કરતાં ૩૬૨થી વધુ બિશ્નોઈઓએ પોતાનો જીવ ગુમાવ્યો. અમ્રિતા દેવી નામની મહિલાની આગેવાનીમાં બનેલી આ ઘટના જોધપુર નજીક આવેલા ખેજરલી ગામ પાસે બની હતી વન્યજીવન અને વળક્ષોનું રક્ષણ કરવા માટે શરૂ થયેલ ચીપકો ચળવળમાં બિ‘ોઈ સમાજનું યોગદાન આજે પણ અમૂલ્ય ગણવામાં આવે છે. બિશ્નોઈ સમાજની ઘણીસ્ત્રીઓ પોતાના બાળક સાથે આવા હરણોના બાળકોને પણ સ્તનપાન કરાવતી જોવા મળે છે. કુદરત અને આ સમાજનો પરસ્પર સંબંધ સૈકાઓથી ચાલતો આવ્યો છે. આજે પણ રણપ્રદેશ પાસે રહેતા બિ‘ોઈ સમાજના ઘરોની આસ-પાસ જાનવરો અને ચિંકારાઓ મુક્ત રીતે ફરી શકે છે.
તાજેતરમાં બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લૉરેન્સ ગેન્ગે લીધા બાદ બિશ્નોઈ સમાજ ફરી ચર્ચાનો વિષય બન્યો છે. સલમાન ખાનના દરેક નજીકનાઓની હત્યા કરવાનો હેતુ ધરાવતી આ ગેન્ગ પોતાના ધર્મનું પાલન કરે છે કે ફક્ત અભિનેતાની સાથે પોતાનું નામ જોડી સમાજમાં પોતાની ધાક બેસાડવા ઈચ્છે છે એ વિચારવા જેવી બાબત છે.
નોંધનીય છે કે જ્યારે હાલમાં સલમાનના પિતા સલીમ ખાનને આ ઘટના વિષે પૂછવામાં આવ્યું ત્યારે વર્ષો બાદ ચુપકીદી તોડીને તેમણે કહ્યું કે જ્યારે મેં સલમાનને પૂછયું ત્યારે તેણે કહ્યું કે, હું આ બાબત વિશે જાણતો નથી અને ઘટના સ્થળે હું હતો જ નહીં, કોઈ પ્રાણી તો શું અમે આજ સુધી ઘરમાં વાંદો પણ માર્યો નથી. સલમાન મારી સામે કયારેય ખોટું બોલતો નથી અને માફી માગવાથી એવું સાબિત થાય છે કે તમે અપરાધ કર્યો છે
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
