તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 22nd September 2024
ભારત-અમેરિકા વચ્ચે નવા આયમોનો પ્રારંભ:પીએમ મોદી અને જો બાઈડન વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના મુદ્દે વાતચીત: બંને દેશો વચ્ચે અનેક કરારો

નવી દિલ્હી:નરેન્દ્રભાઈ ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથેની મુલાકાતમાં બંને દેશો વચ્ચે અનેક કરાર થયા હતા. ડેલવેરના ગ્રીનવિલેમાં યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણામાં ભારત-યુએસ કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ ગાઢ બનાવવા સાથે રશિયા-યુક્રેન યુદ્ધ અને ગાઝા સંઘર્ષના મુદ્દાઓ પણ સામેલ હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની પીએમ મોદી સાથેની મુલાકાત ઉષ્માભરી રહી. બાઈડને કહ્યું કે 'ભારત-અમેરિકાની ભાગીદારી ઈતિહાસમાં કોઈપણ સમય કરતાં વધુ મજબૂત, નજીક અને વધુ ગતિશીલ છે.
આ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને નવો આયામ આપ્યો છે. અમે મેગા ડ્રોન ડીલ પણ સામેલ છે. ભારતે આકાશ અને સમુદ્રની સુરક્ષા માટે અમેરિકા પાસેથી 31 MQ-9B ગાર્ડિયન ડ્રોન ખરીદ્યા છે અને કોલકાતામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે પણ કરાર કરવામાં આવ્યો છે. આ અદ્યતન ડ્રોન ભારતની ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રિકોનિસન્સ (ISR) ક્ષમતામાં વધારો કરશે. તેમાંથી 16 ડ્રોન સ્કાય ગાર્ડિયન (હવાઈ સુરક્ષા માટે) અને સી ગાર્ડિયન (સમુદ્ર સુરક્ષા માટે) છે. આ પગલું જમીન, સમુદ્ર અને હવાઈ અવકાશ પર ભારતના સુરક્ષા દળોને મજબૂત કરવામાં મદદ કરશે.
વડાપ્રધાન મોદી અને યુએસ રાષ્ટ્રપતિએ કોલકાતામાં એક નવો સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવા અંગે ચર્ચા કરી, જે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચે એડવાન્સ સેન્સિંગ, કોમ્યુનિકેશન અને નેક્સ્ટ જનરેશન ટેલિકોમ્યુનિકેશન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપશે આપવા પર ફોકસ છે. પીએમ મોદીએ કહ્યું કે 'આ પગલાથી ભારત સેમી, થર્ડટેક અને યુએસ સ્પેસ ફોર્સ વચ્ચે વ્યૂહાત્મક તકનીકી ભાગીદારી દ્વારા સક્ષમ બનશે.
આ સિવાય બંને નેતાઓએ ભારત-યુએસ સંરક્ષણ ઔદ્યોગિક સહકાર રોડમેપની પ્રશંસા કરી હતી. આ રોડમેપ હેઠળ, જેટ એન્જિન, દારૂગોળો અને ગ્રાઉન્ડ મોબિલિટી સિસ્ટમ્સ જેવા ભારે હથિયારોનું નિર્માણ કરવામાં આવે છે. આ મહત્વપૂર્ણ સહયોગમાં દરિયાઈ સુરક્ષાને વધારવા માટે લિક્વિડ રોબોટિક્સ અને ભારતના સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ અને મેરિટાઈમ સુરક્ષા વધારવા માટે માનવરહિત સપાટી વાહનોના ઉત્પાદન પર પણ ભાર મૂકવામાં આવશે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
