News of Monday, 16th September 2024
સોલાપુરમાં ખીલ્યું ૧૦૦૮ પાંખડીનું કમળ
પ્રયોગશાળામાં એક દુર્લભ અને અદભુત સહસ્ત્રદલ કમળ ખીલ્યું છે

સોલાપુરના ગણપતિ ઘાટ પાસે સકુબાઈ હીરાચંદ નેમચંદ કન્યા પ્રયોગશાળામાં એક દુર્લભ અને અદભુત સહસ્રદલ કમળ ખીલ્યું છે. આ કમળમાં ૧૦૦૮ પાંખડી છે જે એને ખાસ બનાવે છે. સોલાપુરમાં આવું દુર્લભ કમળ પહેલી વાર ખીલ્યું હોવાથી ફૂલપ્રેમીઓ માટે એ વિશેષ છે. જેમણે આ ફૂલ ઉગાડ્યું છે એ રેવતી કુલકર્ણીનું કહેવું છે કે તેણે આ પ્લાન્ટ હજારો વર્ષ જૂના કમળની પ્રજાતિને રિવાઇવ કરવા માટે લગાડ્યો હતો. થોડા સમય પહેલાં બે ફૂલ આવી ચૂક્યાં છે અને હવે જે ત્રીજું ફૂલ ખીલ્યું છે એને હજાર પાંખડી છે. આ ફૂલની બહારની પાંખડીઓ ધીમે-ધીમે મોટી થઈને ખરતી રહે છે અને અંદરની પાંખડીઓ ખીલતી રહેતી હોવાથી એની સુંદરતા લાંબો સમય બરકરાર રહે છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
