News of Friday, 13th September 2024
જમ્મુ-કાશ્મીરમાં મધરાત સુધી પ્રચારઃ રાજકીય પરિદ્રશ્ય બદલાયુ

જમ્મુ તા. ૧૩ :.. ૧૯૮૭ પછી આ વખતે પહેલીવાર જમ્મુ-કાશ્મીર પોતાના રાજકીય પરિદ્રષ્યમાં અભૂતપૂર્વ પળો જોઇ રહ્યું છ.ે એક સમયે સંઘર્ષથી ઘેરાયેલા આ વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને ચુંટણી એક સાથે જોવા મળી રહી છે. જે ઉમેદવારોએ કયારેક સુરક્ષા બળોની કડક સુરક્ષા વ્ચ્ચે દુર થી જ મતદારોને સંબોધિત કરવા પડતા હતા તેઓ હવે પોતાના પ્રચાર દરમ્યાન હાથ મીલાવી રહ્યા છે. ટેકેદારોને ભેટી રહ્યા છે. અને તેમની સાથે ચા પી રહ્યા છે.
એ જાણીને આપને આヘર્ય થશે કે હિંસાના જોખમના કારણે સૂર્યાસ્ત પહેલા બંધ થઇ જતું પ્રખર અભિયાન આ બાબતે મધરાત સુધી ચાલે છે. શ્રીનગરના ઇદગાહ મત વિસ્તારના પુર્વ ધારાસભ્ય અને પીડીપીના વર્તમાન ઉમેદવાર ખુર્શીદ આલમે કહયું, પહેલા અમે બધા સૂર્યાસ્ત પહેલા ઘરે આવી જતા હતા. ત્યારે જોખમ હતું. હવે પ્રચાર રાતના ૧ર વાગ્યા સુધી ચાલે છે.
આ વખતે એક અન્ય ઉલટફેર એ છે કે જે લોકો કયારેક અલગાવવાદી જૂથોની અસરમાં ચૂંટણીનો બહિષ્કાર કરતા હતા, તેઓ હવે સક્રિય રીતે રાજકીય પ્રક્રિયામાં સામેલ થઇ રહ્યા છે. કલમ ૩૭૦ હટયા પછી પહેલી વાર, આ વિસ્તારમાં જમાત-એ-ઇસ્લામીના સભ્યો, જે લાંબા સમયથી ચૂંટણી બહિષ્કાર સાથે સંકળાયેલા હતા, રાજકીય મુખ્ય ધારામાં પ્રવેશી રહ્યા છે.
આ વખતે કોઇપણ જોર જબરદસ્તી વગર આ સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉત્સાહનું વાતાવરણ છે. આ રાજકીય પુનર્જાગૃતિમાં નવા ચહેરાઓ ઉભરી રહ્યા છે. મુફતી પરિવારની ત્રી પેઢી ઇલ્તિજા મુફતી રાજકારણમાં પ્રવેશી છે, જયારે ઉમર અબ્દુલ્લાનો પુત્ર પહેલી વાર ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
