News of Friday, 13th September 2024
પાંસળીઓના કેન્સરથી પિડીત બે બાળકોમાં બનાવાઇ ચેસ્ટવોલ
એઇમ્સ ભોપાલની અભૂતપૂર્વ સિધ્ધી : દુનિયામાં પહેલી જ વાર દસ વર્ષના બાળકોની નવી ટેકનીકથી સારવાર

ભોપાલ તા.૧૩: બે બાળકોમાં કેન્સરના લીધે પાંસળીઓમાં થયેલ મોટા ઘાવને ચેસ્ટવોલ રીકન્સ્ટ્રકશન ટેકનીકથી ભરીને સફળ સારવાર કરાઇ છે. એઇમ્સ મેનેજમેન્ટનો દાવો છે કે વિશ્વમાં પહેલીવાર દસ વર્ષથી નાના કેન્સર પિડીત બે બાળકોમાં આ ટેકનીકનો ઉપયોગ કરાયો છે. આ સર્જરી અત્યંત જટીલ હોય છે. જર્નલ ઓફ ઇન્ડીયન એસોસીએશન ઓફ પીડીયાટીક સર્જનમાં પ્રકાશીત આ અભ્યાસ અનુસાર, બન્ને બાળકો લાંબા સમયથી વેન્ટીલેટર સપોર્ટ પર હતા, પણ સર્જરીના ૧૨ કલાક પછી જ તેમને વેન્ટીલેટરથી હટાવી દેવાયા હતા. હવે એક વર્ષ પછી પેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.
બે તબક્કામાં સર્જરી
બાળકોની સર્જરી બે તબક્કામાં કરાઇ હતી. સોૈથી પહેલા બાળ ચિકિત્સા સર્જરી વિભાગે કેન્સર ટયુમરને ઓપરેશન કરીને દુર કરી હતી. તેના કારણે છાતીની દિવાસમાં ૮થી૧૦ સેન્ટીમીટરનો ઘાવ રહી ગયો. તેને પ્લાસ્ટિક સર્જન ડોકટરોએ ચેસ્ટ વોલ રિકન્સ્ટ્રકશન ટેકનીકની મદદથી ભરી દીધો હતો.
વોલ માટે જાંઘના ટીશ્યુનો ઉપયોગ
સર્જરી માટે બાળ ચિકિત્સા સર્જરી ટીમે પ્લાસ્ટીક સર્જરી વિભાગ સાથે વિચારણા કરી. તેમાં નિર્ણય લેવાયો કે વોલ માટે જાંઘના ટીશ્યુનો ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધી બાઇકોમાં ચેસ્ટવોલ રીકન્ટ્રકશન ટેકનીકમાં સીન્થેટીક અથવા આર્ટીફીશ્યલ ફીલર્સ મુકાતા હતા.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
