તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 10th September 2024
ઈઝરાયેલી સેનાનો ગાઝા ઉપર ભીષણ હુમલો 19 લોકોના મોત :અનેક સ્થળોએ લાગી આગ
ઈઝરાયેલની સેનાએ કહ્યું કે તેમણે આતંકવાદીઓના એક સમૂહને ટાર્ગેટ કરીને આ હુમલો કર્યો

નવી દિલ્હી : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ વચ્ચે ગાઝાના સ્વાસ્થ મંત્રાલયે મહત્વની માહિતી આપી છે કે એક શિબિર પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે.
હમાસ દ્વારા સંચાલિત સરકાર અંતર્ગત કામ કરનાર સિવિલ ડિફેન્સે કહ્યું હતું કે મંગળવારે સવારે હુમલામાં 40 લોકોના મોત થયા હતા. જોકે ઈઝરાયેલની સેનાએ કહ્યું કે તેમણે આતંકવાદીઓના એક સમૂહને ટાર્ગેટ કરીને આ હુમલો કર્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મંગળવારે થયેલા આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધી શકે છે.આરોગ્ય મંત્રાલય અને નાગરિક સંરક્ષણએ ડેટામાં વિસંગતતા અંગે ટિપ્પણી માટેની વિનંતીનો તરત જ જવાબ આપ્યો ન હતો.
ઈઝરાયેલે તાજેતરમાં જ મધ્ય સિરીયામાં અનેક વિસ્તારોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા અને 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ હુમલાને લીધે અનેક સ્થળ પર આગ લાગી હતી. સીરિયાની સરકારી ન્યૂઝ એજન્સી સના તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે સીરિયાની હવાઈ સુરક્ષા પ્રણાલીએ મધ્ય ક્ષેત્રમાં અનેક સ્થળોને નિશાન બનાવી કરવામાં આવેલા આક્રમક હુમલાનો સામનો કર્યો હતો. ઈઝરાયેલ તરફથી કરવામાં આવેલા હુમલામાં હમા પ્રાંતના એક ધોરીમાર્ગને નુકસાન થયું હતું.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
