<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

શું ભારત ખરેખર શાકાહારીઓનો દેશ છે? સત્‍ય શું છે ?

જે લોકો પોતાને શાકાહારી કહે છે તેઓ પણ કદાચ લેક્‍ટો-વેજિટેરિયન છે, એટલે કે તેઓ ગાય અને ભેંસમાંથી દૂધ અને દૂધની બનાવટોનો વપરાશ કરે છે

નવી દિલ્‍હી તા. ૧૦ : ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં એક સાત વર્ષના છોકરાને શાળામાંથી હાંકી કાઢવામાં આવ્‍યો હતો કારણ કે તે તેના લંચ બોક્‍સમાં બિરયાની (નોન-વેજ) લાવ્‍યો હતો અને તેના સહપાઠીઓને ખાવા માટે ઓફર કર્યો હતો. આ મામલાને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં છોકરાની નારાજ માતા અને સ્‍કૂલના પ્રિન્‍સિપાલ વચ્‍ચે વાતચીત જોવા મળી રહી છે. હવે અધિકારીઓએ આ મામલાની તપાસ માટે એક કમિટી બનાવી છે.

એવા દેશમાં જયાં ઘણા લોકો શાકાહારી ખોરાકને ‘શુદ્ધ' અને માંસાહારી ખોરાકને ગંદા માને છે. જયાં ભોજન સંબંધિત ધાર્મિક માન્‍યતાઓ હોય ત્‍યાં આવો વિવાદ સામાન્‍ય નથી. આ બાબતે સ્‍કૂલના પ્રિન્‍સિપાલે કહ્યું કે છોકરા માટે તેના ક્‍લાસમેટ્‍સને બિરયાની પીરસવામાં વાંધાજનક છે.

પરંતુ ભારતની વસ્‍તીનો કેટલો હિસ્‍સો શાકાહારી છે? શું ભારત ખરેખર શાકાહારી દેશ છે કે પછી તે માત્ર એક દંતકથા છે? ચાલો જાણીએ શું કહે છે આંકડા.

નેશનલ ફેમિલી એન્‍ડ હેલ્‍થ સર્વે-V (૨૦૧૯-૨૧) મુજબ, મોટાભાગના ભારતીયો કોઈને કોઈ સ્‍વરૂપે ઈંડા, માંસ અથવા માછલી ખાય છે. તેમાંથી લગભગ અડધા અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત આવું કરે છે.

સર્વે-સ્‍ (૨૦૧૯-૨૧)ના ડેટા અનુસાર, ૨૯.૪ ટકા મહિલાઓ માંસાહારી નથી ખાતી. ૧૬.૬ ટકા પુરુષો પણ માછલી, ચિકન કે માંસ ખાતા નથી.

જયારે ૪૫.૧ ટકા મહિલાઓ અને ૫૭.૩ ટકા પુરુષોએ કહ્યું કે તેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર માછલી, ચિકન અથવા માંસનું સેવન કરે છે. એટલે કે નોન વેજ ખાતા લોકોની સંખ્‍યા વધી છે.

NFHS V ડેટા અનુસાર, જે લોકો પોતાને શાકાહારી કહે છે તેઓ પણ કદાચ લેક્‍ટો-વેજિટેરિયન છે, એટલે કે તેઓ ગાય અને ભેંસમાંથી દૂધ અને દૂધની બનાવટોનો વપરાશ કરે છે.

માત્ર ૫.૮ ટકા મહિલાઓ અને ૩.૭ ટકા પુરૂષોએ અહેવાલ આપ્‍યો કે તેઓએ ક્‍યારેય દૂધ કે દહીંનું સેવન કર્યું નથી. ૪૮.૮ ટકા પુરુષો અને સ્ત્રીઓએ કહ્યું કે તેઓ દરરોજ દૂધ કે દહીં ખાય છે અને પીવે છે.

(10:39 AM IST)