<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

બજાજ હાઉસિંગના IPO પર રોકાણકારો તૂટી પડયા : પ્રથમ દિવસે ડબલ સબસ્‍ક્રિપ્‍શન

બજાજ હાઉસિંગ ફાઇનાન્‍સનો રૂ.૬,૫૬૦ કરોડનો IPO સોમવારે સબસ્‍ક્રિપ્‍શન માટે ખુલ્‍યો હતો : ગ્રે માર્કેટમાં ૯૧% પ્રીમિયમ

નવી દિલ્‍હી, તા.૧૦: રોકાણકારોએ બજાજ હાઉસિંગ ફાઇનાન્‍સના રૂ. ૬,૫૬૦ કરોડના IPOને આતુરતાપૂર્વક સ્‍વીકાર્યો છે. સોમવારે બિડિંગ શરૂ થયાના થોડા જ કલાકોમાં તે સંપૂર્ણ રીતે સબ્‍સ્‍ક્રાઇબ થઈ ગયું હતું અને પ્રથમ દિવસના અંતે તેને બમણાથી વધુ સબ્‍સ્‍ક્રિપ્‍શન મળ્‍યું હતું. NSEના ડેટા અનુસાર, કંપનીને પ્રારંભિક શેર વેચાણમાં ૭૨,૭૫,૭૫,૭૫૬ શેરની સામે ૧,૪૬,૫૮,૨૪,૦૩૦ શેર માટે બિડ મળી હતી. આ ૨.૦૧ ગણું સબ્‍સ્‍ક્રિપ્‍શન છે. પ્રથમ દિવસે, બિનપ્રસંસ્‍થાકીય રોકાણકારો માટે નિર્ધારિત ક્‍વોટા ૪.૩૫ ગણો સબસ્‍ક્રાઇબ થયો હતો જ્‍યારે છૂટક રોકાણકારો માટેનો ક્‍વોટા ૧.૫૦ ગણો ભરાયો હતો. QIB કેટેગરીને ૧.૦૭ ગણી બિડ મળી છે.

અગાઉ બજાજ હાઉસિંગ ફાઇનાન્‍સે શુક્રવારે એન્‍કર રોકાણકારો પાસેથી રૂ. ૧,૭૫૮ કરોડ એકત્ર કર્યા હતા. કંપનીના IPO પર બિડિંગ ૧૧ સપ્‍ટેમ્‍બર સુધી કરી શકાશે. IPO માટે પ્રાઇસ બેન્‍ડ ૬૬પ્ર૭૦ રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. IPOમાં રૂ. ૩,૫૬૦ કરોડ સુધીના નવા શેર અને મૂળ કંપની બજાજ ફાઇનાન્‍સ દ્વારા રૂ. ૩,૦૦૦ કરોડ સુધીની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. શેરનું વેચાણ આરબીઆઈના નિયમોનું પાલન કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આ હેઠળ, ઉપલા સ્‍તરની NBFC કંપનીઓને સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ સુધીમાં સ્‍ટોક એક્‍સચેન્‍જમાં સૂચિબદ્ધ કરવાની જરૂર છે.

દરમિયાન, બજાજ ફાઇનાન્‍સનો શેર ગ્રે માર્કેટમાં ૯૧.૬ ટકાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તેનો અર્થ એ કે ગ્રે માર્કેટ તેને રૂ. ૧૩૪ પર લિસ્‍ટેડ થવાની અપેક્ષા રાખે છે. ઈસ્‍યુ ખુલતા પહેલા તે ૭૩%ના પ્રીમિયમ સાથે ટ્રેડિંગ કરી રહી હતી. આ ઈસ્‍યુનો ૩૫% રિટેલ રોકાણકારો માટે રાખવામાં આવ્‍યો છે. તેની લોટ સાઈઝ ૨૧૪ શેર છે. એટલે કે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા ૧૪,૯૮૦ રૂપિયાનું રોકાણ કરવું પડશે. છૂટક રોકાણકાર વધુમાં વધુ ૧૩ લોટ (રૂ. ૧૯૪,૭૪૦) માટે બિડ કરી શકે છે. સફળ રોકાણકારો માટે શેરની ફાળવણી ૧૨ સપ્‍ટેમ્‍બરે થશે જ્‍યારે રિફંડ બીજા દિવસે આવી શકે છે. તેનું લિસ્‍ટિંગ ૧૬ સપ્‍ટેમ્‍બરે થવાની શકયતા છે.

(10:37 AM IST)