તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 24th August 2024
સુંધા માતાના મંદિરે આભ ફાટયા જેવી સ્થિતિ : ૫ તણાયાં, ૧ મહિલાનું મોત
જાણે કોઇ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઇ

જયપુર, તા.૨૪: ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
પર્વત પરથી વહેતા ધોધમાં ૫ પ્રવાસીઓ વહી જતાં તંત્રની ચિંતા વધી ગઇ હતી. માતાના દર્શને આવેલી ડુંગરપુરની એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે. શનિવારે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ઉમટયાં હતાં.
જસવંતપુરાના એસડીએમએ જણાવ્યું કે મંદિરના પગથિયાં પર ધોધની જેમ આવતા પાણીના તેજ વહેણને કારણે ૫ પર્યટક વહી ગયા હતા જેમાં ત્રણને તો તંત્રના લોકોએ બચાવી લીધા હતા પણ એક મહિલાને બચાવી શકાઈ નહોતી. જોકે હજુ સુધી એકની શોધખોળ ચાલી રહી છે. પાણીના વહેણમાં તણાઈ ગયા બાદ બચાવી લેવાયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. મળતકની ઓળખ ડુંગરપુરની વતની લક્ષ્મી પ્રેમચંદ તરીકે થઇ હતી.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
