News of Thursday, 8th August 2024
ઓવૈસીએ બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાને ચિંતાજનક ગણાવ્યા
તેમણે કહ્યું કે બાંગ્લાદેશની સરકાર અને અધિકારીઓની ફરજ છે કે દેશમાં રહેતા લઘુમતીઓના જાન માલની સુરક્ષા કરવી

નવી દિલ્હી :ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાઓ પર તેમની પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ કહ્યું કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાના સમાચાર ચિંતાજનક છે. બાંગ્લાદેશની સરકાર અને સત્તાવાળાઓની આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ લઘુમતીઓના જીવન અને સંપત્તિનું રક્ષણ કરવાની ફરજ છે.
તેમણે વધુમાં કહ્યું કે હુમલાઓ વચ્ચે એવા અહેવાલો પણ છે કે દેશના બહુમતી સમુદાયના ઘણા લોકો લઘુમતી સમુદાયોના ઘરો અને પૂજા સ્થાનોની સુરક્ષા કરી રહ્યા છે. આ એક આદર્શ હોવું જોઈએ અને દરેકે તેનું પાલન કરવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં બળવા પછી હિંદુઓ પર થયેલા હુમલાને લઈને બીજેપી નેતા અજય આલોકે સોમવારે (5 ઓગસ્ટ 2024) ભારતમાં ધર્મ પરિવર્તન પર કડક કાયદાની વકાલત કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું હતું.
અજય આલોકે X પર પોસ્ટ કરીને દાવો કર્યો કે, "જેમ કે બાંગ્લાદેશમાં ઇસ્લામિક બળવો થયો, હિંદુઓની હત્યા થવા લાગી, વિરોધીઓ ઘરોમાં ઘૂસી ગયા. જો આપણે સાવચેત નહીં રહીએ તો 20-30 વર્ષ પછી આ દ્રશ્ય ભારતના રાજ્યોમાં પણ બની શકે છે, વસ્તી નિયંત્રણ કાયદા જરૂરી છે, ધર્મ પરિવર્તન પર વધુ કડક કાયદાની જરૂર છે. હવે ઇસ્લામિક આતંકવાદ આપણા પૂર્વ અને પશ્ચિમમાં અવિરત ચાલુ રહેશે."
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
