<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

અનંત-રાધિકાની ગરબા નાઈટમાં કિંજલ દવેનું રૉકિંગ પર્ફોમન્સ:મહેમાનો મન મૂકીને ઝૂમી ઉઠ્યા

મોસાળું અને રાસ-ગરબાની ઈવેન્ટમાં ગરબા કવીનના પરફોમન્સને અંબાણી પરિવાર અને મહેમાનો મન ભરી માણ્યો

મુંબઈ : દેશના સૌથી ધનિક અંબાણી પરિવારમાં હાલના દિવસમાં ખુશીનો માહોલ છે. હકીકતમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના આગામી 12 જુલાઈના રોજ લગ્ન થવાના છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની અલગ-અલગ વિધિ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે. જેમાં દેશ-વિદેશની સેલિબ્રિટી ભાગ લઈ રહી છે, ત્યારે ગઈકાલે રાતે આયોજિત ગરબા નાઈટમાં ગુજરાતની ગરબા ક્વિન કિંજલ દવેએ રૉકિંગ પર્ફોમન્સ આપ્યું હતુ.

આ બાબતે કિંજલ દવેએ પોતાના ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકીને અંબાણી પરિવારનો આભાર માન્યો છે. કિંજલ દવેએ પોસ્ટમાં લખ્યું છે કે, ગઈકાલે રાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મોસાળું અને રાસ-ગરબાની ઈવેન્ટમાં પરફોમન્સ આપ્યું હતુ. 

  કિંજલ દવેએ આ સાથે જ બે વીડિયો પણ પોતાના ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યા છે. જેમાં એક વીડિયોમાં સ્ટેજ પર ઢોલ અને બેન્ડની વચ્ચે કિંજલ દવે હાથમાં માઈક રાખીને ઝૂમતી જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં કિંજલ દવે તો નથી દેખાતી, પરંતુ અંબાણી પરિવારના સભ્યો અને તેમના સબંધીઓ ગરબાના તાલે ઝૂમતા જોઈ શકાય છે.

  આ સાથે જ કિંજલ દવેએ કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં એક તસવીરે કિંજલ દવે અનંત અંબાણી સાથે જોવા મળે છે. બીજી તસવીરમાં કિંજલ દવે મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે પોઝ આપતા જોઈ શકાય છે. 

, અનંત-રાધિકાની ગરબા નાઈટ, સંગીત નાઈટ, હલ્દી અને મહેંદી સેરેમની થઈ ચૂકી છે. જેમાં મોટાભાગના બોલિવૂડ સેલેબ્સે ભાગ લીધો હતો. હવે આગામી 12 જુલાઈના રોજ Jio કન્વેન્શન સેન્ટર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સપ્તપદીના સાત ફેરા ફરશે. જે બાદ અંબાણી પરિવાર તરફથી ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લગ્નની વિધિ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. જે માટેના અલગ-અલગ ફંક્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે.

(11:12 PM IST)