News of Tuesday, 2nd July 2024
ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝા ફીમાં $૮૯૦નો તોતિંગ વધારો ઝીંકયો
સ્ટુડન્ટ વિઝા ફી ૭૧૦ ડોલરથી વધારી ૧૬૦૦ ડોલર કરાઇસ્ટુડન્ટ વિઝા ફી ૭૧૦ ડોલરથી વધારી ૧૬૦૦ ડોલર કરાઇ : સરકારના નિર્ણયથી અર્થવ્યવસ્થા અને યુનિવર્સિટીઝ પર પ્રતિકૂળ અસર થશેઃઓસ્ટ્રેલિયન યુનિ.ના સીઈઓ

નવી દિલ્હી, તા.૨: ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની વિઝા ફીમાં તોતિંગ વધારો ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સેવતા અનેક વિદ્યાર્થીઓને ઝાટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ૧ જુલાઈ, ૨૦૨૪થી અમલી બને તે રીતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની વિઝા ફીમાં ૧૨૫ ટકાનો જંગી વધારો ઝિંકયો છે. આ વધારાને પગલે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ હવે વિઝા મેળવવા માટે ૭૧૦ ડોલરને બદલે ૧,૬૦૦ ડોલરની રકમ ચૂકવવી પડશે.
ઓસ્ટ્રેલિયન માઈગ્રેશન સ્ટ્રેટેજી અંતર્ગત, ટેમ્પરરી સ્કિલલ માઈગ્રેશન ઈન્કમ ધ્રેશહોલ્ડ (ટીએસએમઆઈટી) પણ ૭૦,૦૦૦ ડોલરથી વધારીને ૭૩,૫૧૦ ડોલર કરાઈ છે.
ઓસ્ટ્રેલિયાના સ્કીલ્સ એન્ડ ટ્રેઈનિંગ વિભાગના મંત્રી બ્રેડન ઓકોનોરના જણાવ્યાં અનુસાર, ઓસ્ટ્રેલિયાના વૈશ્વિકસ્તરના શિક્ષણનો લાભ લેવા દર વર્ષે દુનિયાભરમાંથી હજારો વિદ્યાર્થીઓ અહીં આવે છે. આ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. અમે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો અયોગ્ય લાભ લેવા ઈચ્છતા લોકોને દૂર કરી અભ્યાસ માટેનું સાનુકૂળ વાતાવરણ રચવા માગીએ છીએ.
બીજી તરફ ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીઝના સીઈઓ લ્યુક શીહીએ સરકારના આ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ મામલે સતત કરાઈ રહેલા નીતિગત દબાણને કારણે દેશની આર્થિક સ્થિતિ પર અસર થશે. આ નિર્ણય દેશની અર્થવ્યવસ્થા અને યુનિવર્સિટીઝ માટે પ્રતિકૂળ પુરવાર થશે, કારણે સરકાર અને યુનિવર્સિટીઝ બંને ઘણે અંશે વિદેશી વિધાર્થીઓની ફી પર નિર્ભર છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
