<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

જિયોએ બંધ કર્યા બે સૌથી સસ્‍તા રિચાર્જ પ્‍લાન

યુઝર્સને હવે બમણો માર !

મુંબઇ, તા.૨: તાજેતરમાં જિયોએ તેના યુઝર્સને ચોંકાવી દીધા હતા અને મોંઘા ટેરિફ પ્‍લાનની જાહેરાત કરી હતી. ટેરિફ પ્‍લાન વધારતા પહેલા જિયોએ યુઝર્સને વધુ એક ઝટકો આપ્‍યો છે.

ટેરિફ પ્‍લાન વધારતા પહેલા જિયોએ યુઝર્સને વધુ એક આંચકો આપ્‍યો છે. ૩ જુલાઇથી મોટા ટેરિફ વધારા પહેલા, કંપનીએ તેના રૂ. ૩૯૫ અને રૂ. ૧૫૫૯ પ્રીપેડ પ્‍લાનને દૂર કર્યા છે. કંપનીના આ પગલાનો ઉદ્દેશ્‍ય નાણાકીય નુકસાન અટકાવવાનો અને વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (ARPU) વધારવાનો છે.

તાજેતરમાં જ રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્‍સ જિયોએ તેના યુઝર્સને ચોંકાવી દીધા હતા અને મોંઘા ટેરિફ પ્‍લાનની જાહેરાત કરી હતી. જિયોએ તેના ટેરિફ પ્‍લાનને ૧૨.૫ ટકાથી વધારીને ૨૫ ટકા કર્યા છે. આ કિંમતો ૩ જુલાઈ, ૨૦૨૪થી લાગુ થશે.

Jio એ રૂ. ૩૯૫ અને રૂ. ૧૫૫૯ ના બે લોકપ્રિય પ્‍લાન બંધ કરી દીધા છે, જેમાં યુઝર્સને કોલિંગ સાથે અનલિમિટેડ ડેટા મળતો હતો. ૩૯૫ રૂપિયાનો પ્‍લાન ૮૪ દિવસની સર્વિસ ઓફર કરે છે, જ્‍યારે ૧૫૫૯ રૂપિયાનો પ્‍લાન ૩૩૬ દિવસની વેલિડિટી ઓફર કરે છે. આ જ કારણ હતું કે આ પ્‍લાન યુઝર્સમાં સૌથી વધુ લોકપ્રિય હતો.

ટેરિફ પ્‍લાનમાં વધારાની જાહેરાત બાદ યુઝર્સ જુના પ્‍લાન હેઠળ ૩ જુલાઈ પહેલા રિચાર્જ કરાવી શકશે. આવી સ્‍થિતિમાં, જ્‍યારે વપરાશકર્તાઓ રિચાર્જ કરવા માંગતા હતા, ત્‍યારે તેમને થ્‍શંની વેબસાઇટ પર આ બે પ્રીપેડ પ્‍લાન રિચાર્જ કરવાનો વિકલ્‍પ મળ્‍યો ન હતો. હાલમાં પરવડે તેવા પ્‍લાનમાં એક જ વિકલ્‍પ છે. કંપનીએ ૧૫૫૯ રૂપિયાના પ્‍લાનની કિંમત વધારીને ૧૮૯૯ રૂપિયા કરી દીધી છે

નવા ટેરિફ પ્‍લાનમાં 2GB ડેટા માટે દર મહિને રૂ.૧૮૯ થી લઈને રૂ.૩,૫૯૯ પ્રતિ વર્ષ ૨.5GB ડેટા પ્રતિ દિવસ છે. આ પ્‍લાન્‍સમાં 2GB/દિવસ અને તેથી વધુના તમામ પ્‍લાન માટે અમર્યાદિત 5G ડેટાનો સમાવેશ થાય છે. કંપની કહે છે કે તેનું "5G" નેટવર્ક સ્‍ટેન્‍ડઅલોન આર્કિટેક્‍ચર પર બનેલું છે, જે નોન-સ્‍ટેન્‍ડઅલોન ૫ઞ્‍ નેટવર્ક્‍સ કરતાં ઝડપી ગતિ અને ઓછી વિલંબનું વચન આપે છે. 2GB/દિવસ અથવા વધુ ડેટા ઓફર કરતી યોજનાઓ પર અમર્યાદિત 5G ડેટા લાગુ થશે.

(9:38 AM IST)