News of Monday, 17th June 2024
મહાકાલેશ્વરથી ઓમકારેશ્વર વચ્ચે હવે ‘‘હેલી'' સેવા
મુખ્ય મંત્રીએ લીલીઝંડી બતાવી સેવાની કરી શરૂઆત

ઉજજૈન તા. ૧૭: મધ્ય પ્રદેશના બે જયોતિર્લીંગો મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરના દરબારમાં શ્રધ્ધાળુઓ હવે હેલીકોપ્ટરથી જઇ શકશે. મુખ્યમંત્રી ડો. મોહન યાદવે રવિવારે ઉજજૈનમાં પીએમ શ્રી ધાર્મિક પર્યટન હેલી સેવા હેઠળ તેનો શુભારંભ કર્યો હતો. હેલીપેડ પર લીલી ઝંડી બતાવીને તેમણે હેલીકોમ્પ્યરને ઓમકારેશ્વર રવાના કર્યું હતું.
મુખ્ય મંત્રીએ આ અવસરે કહ્યું, ‘‘બધા મહાકાલના સંતાનો છે. ફાધર્સ-ડે પર તેમના ચરણોમાં આ સેવા સમર્પિત છે. ભવિષ્યમાં હેલીકોપ્ટરની સંખ્યા વધારવામાં આવશે. અત્યારે ૬ સીટર હેલીકોપ્ટર છે જેને ૧૬ સીટર કરાશે.''
મુંબઇથી આવેલ દિશાસિંહ અને તેનો પરિવાર આ હેલી સેવાના પહેલા યાત્રીઓ બન્યા હતા. તેમને મુખ્ય મંત્રીના હસ્તે ટીકીટો આપવામાં આવી હતી.
આ હેલી સેવા પહેલા તબકકામાં ભોપાલ-ઉજજૈન-ઓમકારેશ્વર અને ઇંન્દોર-ઉજજૈન-ઓમકારેશ્વર રૂટો પર શરૂ કરાઇ છે. તેનું બુકીંગ આઇઆરસીટીસીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઉજજૈનથી ઓમકારેશ્વરનું ભાડું પ૦૦૦ રૂપિયા છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
