<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

બીજેપી ટૂંક સમયમાં નવા પ્રદેશ અધ્‍યક્ષનું એલાન કરશે

ઓબીસીને મળશે સ્‍થાન : મધ્‍ય ગુજરાતથી સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ મંત્રી જગદીશ વિશ્વકર્માનું સંભવિત નામ

નવી દિલ્‍હી તા. ૧૧ : સી.આર.પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્‍યક્ષની કમાન સંભાળી હતી. હવે તેમની કેબિનેટમાં એન્‍ટ્રી બાદ ભાજપ ટૂંક સમયમાં નવા પ્રદેશ અધ્‍યક્ષની પસંદગી કરી શકે છે. પાટીલ સતત ચોથી વખત જંગી મતોથી ચૂંટણી જીત્‍યા છે. મોદીની ત્રીજી ટર્મની નવી નિમણૂંકોમાં સીઆર પાટીલનો સમાવેશ તદ્દન અલગ છે, જે ભાજપની અંદર નોંધપાત્ર ફેરફાર સૂચવે છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં અન્‍ય ૭૧ મંત્રીઓ સાથે ત્રીજી ટર્મ માટે શપથ લીધા. ભાજપે ગુજરાતમાંથી ત્રણ નેતાઓને મંત્રીમંડળમાં સ્‍થાન આપ્‍યું છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સાંસદો અમિત શાહ, મનસુખ માંડવિયા અને સીઆર પાટીલે મંત્રી તરીકે શપથ લીધા. ગુજરાતમાં ભાજપે માત્ર એક બેઠક ગુમાવી છે જયારે તે ૨૫ બેઠકો જીતવામાં સફળ રહી છે. આવી સ્‍થિતિમાં ગુજરાતને તે મુજબ સરકારમાં પ્રતિનિધિત્‍વ આપવામાં આવ્‍યું હતું.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મંત્રીમંડળમાં સ્‍થાન આપવામાં આવ્‍યું હતું. તેમના નેતૃત્‍વમાં ભાજપે ગુજરાતમાં સારૂં પ્રદર્શન કર્યું છે. પાટીલને સંગઠનાત્‍મક કુશળતા ધરાવતા ભાજપના અનુભવી નેતા માનવામાં આવે છે. નવસારી બેઠક પરથી તેઓ સતત ચોથી વખત ચૂંટણી જીત્‍યા છે. તેમણે કોંગ્રેસના એન ભૂપતભાઈ દેસાઈને ૭૭૩૫૫૧ મતોની સરસાઈથી હરાવ્‍યા હતા. તેઓ ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ બનેલા પ્રથમ બિન-ગુજરાતી હતા. છેલ્લી ત્રણ ચૂંટણીઓ પણ ૫.૫ લાખથી વધુ મતોની સરસાઈથી જીતી હતી.સીઆર પાટીલે ૧૯૮૯માં જયારે નરેન્‍દ્ર મોદી ભાજપના મહાસચિવ હતા ત્‍યારે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. પીએમ મોદીના નજીકના ગણાતા સીઆર પાટીલે ITI કર્યા બાદ ગુજરાત પોલીસમાં કોન્‍સ્‍ટેબલ તરીકે પણ નોકરી કરી હતી.

ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલનો કાર્યકાળ લોકસભાની ચૂંટણી પહેલા જ પૂરો થઈ ગયો હતો, પરંતુ ચૂંટણીના કારણે તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્‍યો હતો. હવે સીઆર પાટીલ મોદી કેબિનેટમાં સામેલ થયા બાદ ભાજપ ગુજરાતમાં નવા અધ્‍યક્ષની શોધમાં છે.

 રવિવારે મોદી ૩.૦ સરકારમાં ૭૧ મંત્રીઓએ શપથ લીધા. જેમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ પણ સામેલ હતા. પાટિલ કેન્‍દ્રમાં કેબિનેટ મંત્રી બન્‍યા બાદ ખાલી પડેલી જગ્‍યા માટે ભાજપ નવા ચહેરાની શોધમાં છે.

મળતી માહિતી મુજબ, એવું માનવામાં આવે છે કે ભાજપ OBC ચહેરાને પાર્ટીનો પ્રદેશ અધ્‍યક્ષ બનાવી શકે છે. આ પદ માટે ઘણા નામો પણ ચર્ચામાં છે. એવું માનવામાં આવે છે કે પાર્ટી એક મહિનામાં આગામી પ્રદેશ અધ્‍યક્ષની જાહેરાત કરશે અને તેની નિમણૂક કરશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપ આ પદ માટે OBC ચહેરાની શોધમાં છે. પાર્ટીમાં અમદાવાદના બ્‍ગ્‍ઘ્‍ ચહેરા જગદીશ વિશ્વકર્મા અને પૂર્ણેશ મોદીના નામની ચર્ચા થઈ રહી છે. રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસ બાદ પૂર્ણેશ મોદીને ગુજરાતનો મોટો ઓબીસી ચહેરો માનવામાં આવે છે.

જોકે, તાજેતરની લોકસભાની ચૂંટણી દરમિયાન ક્ષત્રિય સમાજમાં વધી રહેલી નારાજગીને દૂર કરવા માટે પ્રદીપસિંહ જાડેજા અને દેવુસિંહ ચૌહાણના નામો પણ ચર્ચાઈ રહ્યા છે. રાજયના નેતાઓ અને કેન્‍દ્રીય નેતૃત્‍વની સલાહ બાદ જ આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

(11:55 AM IST)