તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
૬૬ કિલો સોનું, ૩૩૫ કિલો ચાંદીના આભૂષણ, ૭૦૩ કરોડનો વીમો
આ છે દેશના સૌથી અમીર બપ્પાઃ મુંબઈમાં GSB સેવા મંડળ આ વર્ષે પોતાનો ૭૨મો ગણેશોત્સવ મનાવી રહ્યા છે.

મુંબઈઃ મુંબઈમાં ગણેશોત્સવનો ઉલ્લેખ થાય અને લાલબાગચા રાજાની ચર્ચા ન થાય, એવું ભાગ્યે જ બને પણ માયાનગરીમાં બીજા પણ એક ગણપતિ છે. જેના દરબારમાં આસ્થાની સાથે સાથે વૈભવ પણ લોકોને ચોંકાવી દે છે. કિગ્સ સર્કલ પર આવેલા ઞ્લ્ગ્ સેવા મંડળના ગણપતિને મુંબઈના સૌથી અમીર બપ્પા કહેવાય છે. આ વર્ષે બપ્પાને ૬૬ કિલો સોના અને ૩૩૫ કિલો ચાંદીના આભૂષણથી સજાવવામાં આવ્યા છે, જ્યારે તેમની સુરક્ષા માટે ૭૦૩.૨૭ કરોડ રૂપિયાનો રેકોર્ડ વીમો કરાવ્યો છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ ગણેશોત્સવમાં દેશ જ નહીં, વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ અને સેવાદારો પહોંચી રહ્યા છે.
૬૬ કિલો સોનું, ૩૩૫ કિલો ચાંદી, જોતા રહી જાય છે લોકોઃ GSB સેવા મંડળ આ વર્ષે પોતાનો ૭૨મો ગણેશોત્સવ મનાવી રહ્યા છે. અહીં વિરાજમાન મહાગણપતિની ભવ્યતા પહેલી જ નજરમાં લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. બપ્પાની પ્રતિમાને ૬૬ કિલો શુદ્ધ સોનું અને ૩૩૫ કિલો ચાંદીના આભૂષણથી સજાવવામાં આવ્યા છે. આ પણ એક મોટું કારણ છે કે દર વર્ષે લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. મંડળે આ વર્ષે ૭૦૩.૨૭ કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો છે. આ વીમામાં ખાલી ગણપતિના બહુમૂલ્ય આભૂષણ જ નહીં પણ દર્શન માટે આવતા ભક્તો, સ્વયંસેવકો અને આખું આયોજન પણ સામેલ છે. ધાર્મિક આયોજનોમાં તેને સૌથી મોટા વીમા કવરમાંથી એક માનવામાં આવે છે.
વિદેશોમાંથી આવે છે સેવાદારોઃબપ્પા અહીં ખાલી પાંચ દિવસ જ વિરાજે છે. પણ તેમની સેવા માટે દુનિયાના કેટલાય દેશોમાંથી NRI સેવાદારો મુંબઈ આવે છે. આખું આયોજન સ્વયંસેવકોના સંચાલનથી ચાલે છે. મંડળ અનુસાર, અહીં એક લાખથી વધારે વિશેષ પૂજા અનુષ્ઠાન આયોજિત થાય છે. GSB ગણેશોત્સવની એક ખાસ ઓળખ તુલાદાનની પરંપરા પણ છે. માનતા પૂરી થતાં કેટલાય શ્રદ્ધાળુઓ પોતાના વજન બરાબર દાન કરે છે. આ ઉપરાંત આયોજન દરમિયાન બે લાખથી વધારે ભક્તોને ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવે છે. આ જ કારણ છે કે આ આયોજન ખાલી પૂજા સુધી મર્યાદિત નથી, પણ સેવા અને દાનનું પણ એક મોટું કેન્દ્ર છે.
GSB સેવા મંડળના ગણપતિ પર જોવા મળતા ૬૬ કિલો સોનું અને ૩૩૫ કિલો ચાંદી એક વેપારી કે ઉદ્યોગપતિની દેન નથી. મંડળનો આ સંગ્રહ છેલ્લા સાત દાયકામાં ધીમે ધીમે તૈયાર થયો છે. ૧૯૫૦ના દાયકામાં શરૂ થયેલા આ ગણેશોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓએ માનતા પૂરી થતાં સોનાના સિક્કા, ચેન, બંગડી, હાર અને અન્ય આભૂષણ ચઢાવવાનું શરૂ કર્યું. સમય સાથે દેશ જ નહીં વિદેશોમાંથી પણ ભક્તો જોડાતા ગયા. પરિણામ એ થયું કે, દર વર્ષે દાન વધતું ગયું અને દેશના સૌથી સમૃદ્ધ ગણપતિ બનતા ગયા. આજે બપ્પા પર લગાવેલા હારની કિમત જ નહીં પણ તેની પાછળ જોડાયેલી ભક્તોની શ્રદ્ધા, ધન્યવાદ અને આસ્થાની કહાનીના કારણે પણ તેને ખાસ બનાવે છે.
નેતાઓથી લઈ ફિલ્મી સ્ટાર્સની આસ્થાઃ GSB સેવા મંડળનો ગણેશોત્સવ મુંબઈની ઓળખ બની ચૂક્યો છે. અહીં દર વર્ષે નેતા, અભિનેતા, ઉદ્યોગપતિ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માથું ઝુકાવે છે. આ વખતે અભિનેતા મનોજ જોશી પણ બાપ્પાના દર્શન કરવા આવ્યા હતા. ગણેશોત્સવ દ્વારા મંડળ ખાલી ધાર્મિક આયોજન જ નથી કરતા. પણ આખું વર્ષ શિક્ષણ, જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદ, સ્વાસ્થ્ય સેવાઓ, અન્નદાન જેવા કેટલાય સામાજિક કાર્યો પણ કરતા રહે છે
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
