તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
બાલાઘાટમાં ચેપી રોગના પ્રકોપથી ૩૦ બાળકોના કરુણ મોત: હોસ્પિટલો ઓવરફ્લો અને દૂષિત પાણીથી ભારે હાહાકાર
હાઈકોર્ટની રાજ્ય સરકારને કડક નોટિસ બાદ CJP નેતા અભિજીત દીપકેએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ વહીવટીતંત્ર પર સાધ્યું નિશાન

બાલાઘાટ: મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ચેપી રોગોના કારણે ૩૦થી વધુ બાળકોના કરુણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ગંભીર હોનારત અને વહીવટી નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોકરોચ જનતા પાર્ટી (CJP) ના કન્વીનર અભિજીત દીપકાએ સ્થાનિક યુવાનો સાથે બાલાઘાટના અડોરી, કોરકા અને બોંડારી જેવા આદિવાસી ગામોની મુલાકાત લીધી હતી. તેમણે સ્વજનો ગુમાવનારા પીડિત પરિવારો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી અને બાળ મૃત્યુની આસપાસના સંજોગો તથા સ્થાનિક સ્વાસ્થ્ય સુવિધાઓ અંગેની વિગતો એકત્ર કરી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, "અમે બાળકો ગુમાવનારા પરિવારો સાથે પૂરી સહાનુભૂતિ ધરાવીએ છીએ અને તેમને ન્યાય અપાવવા માટે આગળ આવીશું. અધિકારીઓ મૃત્યુનો આંકડો સ્વીકારે છે પરંતુ હજુ સુધી કોઈ જવાબદારી નક્કી કરી નથી કે કોઈ સામે પગલાં લીધા નથી."
આ મામલે દાખલ કરાયેલી એક જાહેર હિતની અરજી (PIL) ની સુનાવણી કરતા મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેન્ચે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિવેક રુશિયા અને ન્યાયાધીશ પ્રદીપ મિત્તલની ડિવિઝન બેન્ચે રાજ્યના આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બાલાઘાટ કલેક્ટર સહિતના સબંધિત અધિકારીઓને નોટિસ જારી કરી છે.
હાઈકોર્ટમાં રજૂ કરાયેલી PIL મુજબ, વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓની ભારે બદ્તર હાલત છે. ૫૦ બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલમાં ૪૦૦ જેટલા બાળકોની સારવાર કરવામાં આવી રહી છે, જેના કારણે હોસ્પિટલો સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ ગઈ છે. આ ઉપરાંત, અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલા હેન્ડપંપોમાંથી પીળા રંગનું દૂષિત પાણી આવી રહ્યું છે અને છેલ્લા કાયાંક મહિનાઓથી બાળકો તથા મહિલાઓને સમયસર પૌષ્ટિક આહાર મળી રહ્યો નથી.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
