તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Thursday, 23rd April 2026
પ.બંગાળ ચૂંટણીમાં ૨૩ ટકા ઉમેદવારો પર ફોજદારી કેસ, ૧૯૨ મહિલા પર ઉત્પીડનના કેસ
૨૯૪ મત વિસ્તારોમાંથી ૧૨૯ રેડ એલર્ટ શ્રેણીમાં: દરેક ચાર ઉમેદવારોમાંથી એક સામે ફોજદારી કેસ

નવી દિલ્હી,તા.૨૩: પヘમિ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. જોકે, આ પૂર્વે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં વર્ષ ૨૦૨૧ની ચૂંટણીઓની તુલનામાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ૨૯૨૦ ઉમેદવારોમાંથી ૨૩ ટકા ઉમેદવારો પર ફોજદારી કેસ છે. તેમજ ૧૯૨ ઉમેદવાર પર મહિલા ઉત્પીડનના કેસ દાખલ છે.
એડીઆર મુજબ વર્તમાન પヘમિ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ૨૯૪ મતવિસ્તારોમાંથી ૧૨૯ (૪૪ ટકા) રેડ એલર્ટ શ્રેણીમાં આવે છે. રેડ એલર્ટ મતવિસ્તાર એ છે જ્યાં ત્રણ કે તેથી વધુ ચૂંટણી લડનારા ઉમેદવારોએ પોતાની સામે ગુનાહિત કેસ જાહેર કર્યા છે. ૨૦૨૧ ની પヘમિ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં, ૭૮ એટલે ૨૭ ટકા મતવિસ્તારોમાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારો ગુનાહિત કેસ ધરાવતા હતા.
આ વખતે ચૂંટણી લડી રહેલા ૨,૯૨૦ ઉમેદવારોમાંથી ૬૮૩ (૨૩ ટકા) ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. જ્યારે ૫૮૯ (૨૦ ટકા ) ઉમેદવારોએ ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે. આનો અર્થ એ થયો કે લગભગ દરેક ચાર ઉમેદવારોમાંથી એક સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. આ વખતે ચૂંટણી મેદાનમાં ૧૯૨ ઉમેદવારો છે જેમણે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ સંબંધિત ફોજદારી કેસ જાહેર કર્યા છે.
પヘમિ બંગાળ ઇલેક્શન વોચ અનુસાર, ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણીમાં ૩૮૫ (૧૩ ટકા ) મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. વર્ષ ૨૦૨૧ ની પヘમિ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં, વિશ્લેષણ કરાયેલા ૨,૧૩૦ ઉમેદવારોમાંથી ૨૪૦ (૧૧ ટકા) મહિલાઓ હતી.
જ્યારે એડીઆર રિપોર્ટ મુજબ મુખ્ય રાજકીય પક્ષોમાં ભાજપ ના ૧૪૧ ઉમેદવારોમાંથી ૧૦૨, તૃણમૂલ કોંગ્રેસના ૧૪૨ ઉમેદવારોમાંથી ૪૯ , ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) ના ૧૦૦ ઉમેદવારોમાંથી ૫૧ અને કોંગ્રેસના ૧૪૨ ઉમેદવારોમાંથી ૩૭ એ તેમના ચૂંટણી સોગંદનામામાં પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.
આ ઉપરાંત પヘમિ બંગાળની ચૂંટણી લડી રહેલા દરેક બે ઉમેદવારોમાંથી લગભગ એક ઉમેદવારે શાળા સ્તરથી આગળનું શિક્ષણ મેળવ્યું નથી. ૨,૯૨૬ ઉમેદવારોમાંથી, ૧,૩૫૪ ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત ૫મા અને ૧૨મા ધોરણ વચ્ચેની હોવાનું જાહેર કર્યું છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
