<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

નિઠારી કેસઃ સુરેન્‍દ્ર કોલીએ ફાંસી લગાવીને આત્‍મહત્‍યા કરી

નિઠારી કેસમાં નિર્દોષ જાહેર કરાયેલા

દેહરાદૂન તા.૧૮: નિઠારી કેસમાં આરોપી સુરેન્‍દ્ર કોલીએ હરિદ્વાર સિટી કોતવાલીના ભૂપતવાલા વિસ્‍તારમાં ફાંસી લગાવીને આત્‍મહત્‍યા કરી હતી. તે છેલ્‍લા કેટલાક દિવસોથી આ જ વિસ્‍તારમાં ચાની દુકાન ચલાવતો હતો. ઘટના દરમિયાન તેણે ચાની દુકાન પર ફાંસી લગાવી લીધી હતી.

ઘટનાની માહિતી મળ્‍યા બાદ, પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી, લાશનો કબજો લીધો અને તપાસ શરૂ કરી. સુરેન્‍દ્ર કોલી નિઠારી કેસમાં આરોપી હતો અને તાજેતરમાં જ તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્‍યો હતો. પોલીસ હવે તેના મૃત્‍યુની આસપાસના સંજોગોની તપાસ કરી રહી છે.

૨૦૦૫-૦૬ દરમિયાન નિઠારી વિસ્‍તારમાં બાળકો અને મહિલાઓના ગુમ થવાના બનાવોએ પોલીસની ચિતા વધારી દીધી હતી. આ કેસોની તપાસ કરતા, પોલીસ ૨૯ ડિસેમ્‍બર, ૨૦૦૬ના રોજ સેક્‍ટર ૩૧ સ્‍થિત ઉદ્યોગપતિ મોનિન્‍દર સિહ પાંધેરના નિવાસસ્‍થાન ડી-૫ પર પહોંચી હતી. નિવાસસ્‍થાન અને આસપાસના વિસ્‍તારમાં શોધખોળ કરતાં અસંખ્‍ય માનવ ખોપરી, હાડકાં, કપડાં અને અન્‍ય વસ્‍તુઓ મળી આવી હતી.

આ શોધખોળો બાદ, મોનિન્‍દર સિહ પાંધેર અને તેમના ઘરના નોકર સુરેન્‍દ્ર કોલીની ધરપકડ કરવામાં આવી હતી. ત્‍યારબાદ, જાન્‍યુઆરી ૨૦૦૭માં કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. પોલીસે ગુમ થયેલા વ્‍યક્‍તિઓ અને ગુનાઓ સંબંધિત કુલ ૧૯ અલગ અલગ એફઆઈઆર નોંધી હતી. સીબીઆઈએ આમાંથી ૧૬ કેસોમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન, સુરેન્‍દ્ર કોલી પર હત્‍યા, બળાત્‍કાર, અપહરણ અને પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો.(૩૮

(3:40 PM IST)