<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

રશિયાના ભીષણ હુમલાના જડબાતોડ જવાબમાં યુક્રેન દ્વારા મોસ્કો સહિતના ૧૪ રશિયન વિસ્તારો પર ૬૦૦ ડ્રોન વડે અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક વળતો પ્રહાર કરાયો

રશિયન સંરક્ષણ દળોએ ૫૫૬ ડ્રોન હવામાં તોડી પાડ્યા: પરંતુ અન્ય ડ્રોન મોસ્કોની ઓઈલ રિફાઈનરી અને લશ્કરી સુવિધાઓ પર ત્રાટક્યા: આ પ્રચંડ હુમલામાં રશિયાના ૩ થી ૪ લોકોના મોત

 

 

મોસ્કો: યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. મળતી સત્તાવાર માહિતી અનુસાર, થોડા દિવસો અગાઉ રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા ભયાનક હુમલાના વળતા જવાબ રૂપે યુક્રેનિયન સેનાએ લગભગ ૬૦૦ ડ્રોન છોડ્યા હતા. 

 

આ હુમલાઓએ મોસ્કો સહિત રશિયાના ૧૪ જેટલા વિવિધ પ્રદેશોને નિશાન બનાવ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેમના હવાઈ સંરક્ષણ દળોએ ૫૫૬ ડ્રોન હવામાં તોડી પાડ્યા હતા, પરંતુ અન્ય ડ્રોન મોસ્કોની ઓઈલ રિફાઈનરી અને લશ્કરી સુવિધાઓ પર ત્રાટક્યા હતા. 

 

પ્રાપ્ત અહેવાલો મુજબ, આ વ્યાપક હુમલામાં રશિયાના ૩ થી ૪ લોકોના મોત નિપજ્યા છે. યુક્રેનના પ્રમુખે આ પ્રહારને સંપૂર્ણપણે યોગ્ય ગણાવ્યો.

█████████████████████

(9:37 AM IST)