News of Wednesday, 12th August 2026
૧૦ - ૨૦ ની ૧ અબજ એટલે કે ૧૦૦ કરોડ પોલિમર બેન્ક નોટ્સ લોન્ચને મંજૂરી
બજારમાં જોવા મળશે હવે પ્લાસ્ટિકની નોટ

નવી દિલ્હી તા.૧૨: ટૂંક સમયમાં તમારા હાથમાં એવી નોટ હશે, જે ન તો ફાટશે કે ભીની પણ થશે નહીં. તેને તમે આસાનીથી પર્સ અથવા પોતાના ખિસ્સામાં રાખી શકશો. ૧૦ અને ૨૦ રૂપિયાની પ્લાસ્ટિક અથવા પોલિમરની આ નોટોની ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. કેમ કે ભારતીય રિઝર્વ બેન્કને ફીલ્ડ ટ્રાયલની મંજૂરી મળી ચૂકી છે.
કેન્દ્ર સરકારે સંસદમાં જાણકારી આપી છે કે તેણે ફીલ્ડ ટ્રાયલ માટે ૧૦ અને ૨૦ રૂપિયાની ૧ અબજ એટલે કે ૧૦૦ કરોડ પોલિમર બેન્ક નોટ્સ લોન્ચ કરવાના પ્રસ્તાવની મંજૂરી આપી દીધી છે. નાણા મંત્રીએ રાજ્યસભામાં જાણકારી આપતા લેખિતમાં જવાબ આપ્યો કે ભારતીય રિઝર્વ બેન્કના કેન્દ્રીય બોર્ડની ભલામણના આધાર પર, રિઝર્વ બેન્ક અધિનિયમ ૧૯૩૪ની કલમ ૨૫ અંતર્ગત આ મંજૂરી આપવામાં આવી છે.
કાગળની નોટો સાથે ચાલશે આ નવી નોટોઃ સરકારે એવી પણ જાણકારી આપી છે કે કાગળની નોટ આ નોટો સાથે રિપ્લેસ નહીં કરવામાં આવે. પણ તેની વચ્ચે આ નોટ પણ ચાલતી રહેશે. ફીલ્ડ ટ્રાયલ સફળ થયા બાદ આ બંને મૂલ્યવર્ગોમાં પોલિમર નોટોની નિયમિત રીતે લોન્ચ કરવામાં આવશે. ય્ગ્ત્એ જાણકારી આપી છે કે આ નોટોના છાપકામની પ્રોસેસ હાલમાં શરૂઆતી તબક્કામાં છે. આ કારણ તેના લોન્ચ થવાની સટીક તારીખ અથવા તેના પર થનારા સંભવિત ખર્ચનું અનુમાન લગાવી શકાતું નથી.
સરકાર કેમ લાવી રહી છે પ્લાસ્ટિક નોટઃ સૌથી મોટું કારણ આ નોટ, પાણી, ધૂળ અથવા ગંદકીથી ખરાબ થતી નથી. સાથે જ આ નોટ સરળતાથી ફાટતી પણ નથી. આ ઉપરાંત પોલિમર શીટ પર એડવાન્સ સિક્યોરિટી ફીચર્સ આસાનીથી જોડી શકાશે, જેનાથી નકલી નોટ બનાવવી સરળ નહીં હોય, જેના કારણે નકલી નોટ પર લગામ લાગી શકશે. વળી બીજી તરફ કાગળની નોટ જલદી ખરાબ થઈ જાય છે, જેનાથી છાપકામનો ખર્ચો વધી જાય છે. જ્ળ્૨૫ આરબીઆઈએ કાગળની નોટના છાપકામ પર ૬૩૭૨.૮ કરોડનો ખર્ચ કરી નાખ્યો હતો.
શું બંધ થઈ જશે કાગળની નોટઃ સરકારનો આવો જરા પણ પ્લાન નથી. પોલિમર નોટને કાગળની નોટ સાથે જ સર્ક્યુલેશનમાં ચલાવવામાં આવશે. જ્યાં સુધી આ નોટ સંપૂર્ણપણે સ્થાપિત નથી થઈ જતી, ત્યાં સુધી કાગળની નોટ પણ ચલણમાં રહેશે. તેનો મતલબ એ નથી કે કાગળની નોટ બંધ થઈ જશે. કાગળની નોટ પણ આજીવન ચાલતી રહેશે. જો કે આ જરૂર હશે કે પ્લાસ્ટિક નોટની સફળતા બાદ કાગળની નોટ બનાવવાનું બંધ થઈ જશે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
