News of Wednesday, 17th June 2026
જનતા માટે બહુ જ મોટા અને કામના સમાચાર: તરબૂચ ખાઈને કાળા બીજ કચરાપેટીમાં ફેંકવાની ભૂલ ક્યારેય ન કરશો:કચરો સમજેલી આ ચીજ વાસ્તવમાં છે અબજો રૂપિયાનું કિંમતી 'સુપરફૂડ': ભારે આશ્ચર્ય!
નાના એવા બીજમાં છુપાયેલો છે પ્રોટીન: આયર્ન અને મેગ્નેશિયમનો તોતિંગ ખજાનો: ડાયાબિટીસ, હાર્ટ એટેક અને કમજોરી સામે રામબાણ ઈલાજ સાબિત થતા કાળા બીજ

નવી દિલ્હી: આજ સુધી જે વસ્તુને લોકો નકામી અને ન ખાવા જેવી સમજીને ફેંકી દેતા હતા તે તરબૂચના બીજ (Watermelon Seeds) આરોગ્ય વિજ્ઞાનની દ્રષ્ટિએ માનવ શરીર માટે સંજીવની સમાન હોવાનું બહાર આવતા સમગ્ર હેલ્થ અને મેડિકલ આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. વૈજ્ઞાનિકો અને ડાયેટિશિયનના બિલકુલ પાકા હેલ્થ રિપોર્ટ મુજબ, તરબૂચના બીજ એ પૃથ્વી પરના સૌથી શક્તિશાળી ન્યુટ્રિશિયસ ફૂડ્સમાંના એક છે. આ બીજની અંદર ઓમેગા-૩ ફેટી એસિડ, વિટામિન્સ અને મિનરલ્સ એટલી પ્રચંડ માત્રામાં હોય છે કે તે શરીરની નસોને સાફ રાખે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ચહેરા પર ક્યારેય કરચલીઓ પડવા દેતા નથી. આ બીજને સૂકવી, હળવા શેકીને મુખવાસ તરીકે અથવા સ્મૂધીમાં નાખીને ખાવાથી અશક્તિ પળવારમાં ગાયબ થઈ જાય છે. ડૉક્ટરોએ પણ સલાહ આપી છે કે બજારના મોંઘા પ્રોટીન પાવડર ખાવા કરતા કુદરતના આ મફતના સુપરફૂડને ડાયેટમાં સામેલ કરો અને મોંઘી બીમારીઓથી કાયમ માટે મુક્તિ મેળવો હોવાનું અકિલના સ્પેશિયલ હેલ્થ ડેસ્ક વિશ્લેષણમાં જાણવા મળ્યું છે!
આ બીજ સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ વરદાન સમાન છે. તેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને હેલ્ધી ફેટ્સ ત્વચાને કુદરતી ચમક અને પોષણ પૂરું પાડે છે, તેમજ એજિંગ એટલે કે વધતી ઉંમરની પ્રક્રિયાને ઝડપથી વધતી અટકાવે છે. બજારમાં આ જ બીજ 'વોટરમેલન સીડ્સ'ના નામે ખૂબ જ મોંઘા ભાવે વેચાય છે, તો પછી ઘરના મફત બીજને શા માટે બગાડવા? ચાલો જાણીએ કે તમે કેવી રીતે તરબૂચના બીજને સાફ કરીને, સૂકવીને તમારી રોજિંદી ડાયટ અને કુકિંગનો હિસ્સો બનાવી શકો છો.
તરબૂચના બીજનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા બીજને અલગ કરી લો અને પાણીથી સારી રીતે ધોઈને તડકામાં સૂકવી દો. ત્યારબાદ એક પેનમાં સહેજ ઘી અથવા તેલ નાખીને આ બીજને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ઉપરથી સંચળ (કાળું મીઠું), ચાટ મસાલા અને મરી પાવડર ભભરાવો. બસ, તમારી ચા સાથે ખાવા માટેની હેલ્ધી અને ટેસ્ટી નમકીન તૈયાર થઈ જશે.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
