<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

ટેક્નોલોજી અને રાજકારણની દુનિયાને હચમચાવી દેતો સૌથી મોટો, કાળજું કંપાવી દેતો અને પિશાચી ભડાકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નું નામ સટાકથી બદલી નાખીને હવે તેને 'સુપર ઇન્ટેલિજન્સ' (Super Intelligence) તરીકે ઓળખાવવાની કરી દીધી જાહેરાત, જેથી દુનિયાભરના વૈજ્ઞાનિકો અને ટેક-ગુરુઓની છાતીના પાટિયા બેસી ગયા

અમેરિકાના સત્તાના સિંહાસન પરથી ટ્રમ્પે મારેલા આ ટેક્નોલોજીકલ પલટા અને રાક્ષસી નામકરણના ફેરફારથી વૈશ્વિક બજાર અને ડિજિટલ જગતના ઉડી ગયા હોશઃ આખી દુનિયામાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:વૈશ્વિક ટેક્નોલોજી અને આખી દુનિયાની ભવિષ્યની ચાલ નક્કી કરતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જગતને હચમચાવી દેતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો અમેરિકામાંથી સામે આવ્યો છે! અમેરિકાના પાવરફુલ નેતા ડોનાલ્ડ ટ્રમ્પે આધુનિક ટેક્નોલોજીની દુનિયામાં ભૂકંપ સર્જતા એઆઈ (AI) નું જૂનું નામ સત્તાવાર રીતે બદલી નાખ્યું છે અને હવેથી આખી દુનિયા તેને 'સુપર ઇન્ટેલિજન્સ' (Super Intelligence) ના નામે ઓળખશે તેવી ગર્જના કરી છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ સંદર્ભમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે. તેના પછી અમેરિકન એજન્સીઓને હવે એઆઈના બદલે સુપર ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે એઆઈ ટેકનોલોજી ઘણી ઝડપથી વૃદ્ધિ પામી રહી છે. આજના એઆઈ મોડેલ ફક્ત સવાલોના જવાબ આપવા કે ટેક્સ્ટ લખવા સુધી સીમિત નથી. તે કોડિંગ, રિસર્ચ એનાલિસ્ટ અને ઘણા બીજા કામ કરી શકે છે. આ જ કારણે અમેરિકા પોતાની સરકારી ભાષામાં એઆઈના બદલે સુપર ઇન્ટેલિજન્સ શબ્દના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે.
જો કે આનો અર્થ ેએવો ન કરી શકાય કે જૂના બધા સરકારી દસ્તાવેજોને બદલવામાં આવશે. જૂના રેકોર્ડ પહેલા જારી નિયમ અને જૂના કોન્ટ્રાક્ટને બદલવાની જરૂર નહીં પડે. સુપર ઇન્ટેલિજન્સ શબ્દનો ટેકનોલોજીના વિશ્વમાં એવો અર્થ થાય છે કે તે માનવીય બુદ્ધિમતાથી આગળ નીકળી જાય. અમેરિકાના એક આદેશમાં તેનો ઉપયોગ હાલમાં એઆઈ સિસ્ટમ અને ટેકનોલોજી માટે એક સરકારી શબ્દ તરીકે કરવામાં આવી રહ્યો છે.
અમેરિકા આ આદેશનો ઉપયોગ વર્તમાન એઆઈ સિસ્ટમ અને ટેકનોલોજી માટે સરકારી શબ્દ તરીકે કરવા માંડયું છે. સરકાર આગળ ચાલીને સુપર ઇન્ટેલિજન્સની સત્તાવાર વ્યાખ્યા સુનિશ્ચિત કરશે. આના લીધે વર્તમાન એઆઈ ટૂલ્સ જેવા કે ચેટજીપીટી કે બીજા એઆઈ પ્લેટફોર્મના નામ બદલાયા નથી. આ પરિવર્તન મુખ્ય રીતે સરકારી ભાષા અને સરકારી કમ્યુનિકેશનમાં કરવામાં આવ્યું છે. ટ્રમ્પે ટેક ઇન્ડસ્ટ્રીના ટોચના વડાઓ સાથે વ્હાઇટ હાઉસમાં બેઠક કર્યા પછી આ નિર્ણય લીધો. આ બેઠકમાં સ્પેસએક્સ અને ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક, મેટાના માર્ક ઝુકરબર્ગ, ગૂગલના સુંદર વિચાઈ અને એનવિડીયાના જેન્સેન હુઆંગ સહિત કેટલીય અગ્રણી કંપનીઓના સીઇઓ હાજર હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે અને અમેરિકાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગુ્રપની મોટી કંપનીઓએ કરાર કર્યો છે, તેના અન્વયે આ કંપનીઓના આગેવાનોએ વ્હાઇટ હાઉસ સાથે કરાર કર્યા છે કે તે સેલ્ફ પોલિસિંગ કરશે. એટલે કે એઆઈના વિકાસ પર તે સ્વનિયંત્રણ રાખશે. એક રીતે આ તેઓનું સેલ્ફ ડેકલેરેશન છે.

 

(5:25 PM IST)