News of Thursday, 8th October 2026
અમેરિકાની ધરતી પરથી મેડિકલ સાયન્સ અને ટેક્નોલોજીની દુનિયાને હચમચાવી નાખતો અને રોબોટિક ક્રાંતિનો કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો મહા-ભાંડો ફોડઃ અમેરિકાના યુટાહ (Utah) રાજ્યમાં હવે અસલી ડૉક્ટર નહીં પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભયાનક એન્ટ્રી થઈ ગઈ છે, જે જાતે જ દર્દીઓની તપાસ કરીને ધાડેધાડા પ્રિસ્ક્રિપ્શન (દવાઓની ચિઠ્ઠી) લખી આપશે જેને જોઈને આખા અમેરિકા અને ગુજરાતની છાતીના પાટિયા બેસી ગયા છે
માનવ તબીબોની નોકરી પર તલવાર લટકાવી દેતી અને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ટેક્નોલોજીનો સીધો ખેલ રમાતી આ અતિ-ખતરનાક, આધુનિક અને ડરામણી એઆઈ ક્રાંતિથી અમેરિકન મેડિકલ એસોસિએશન અને હેલ્થ એજન્સીઓના ઉડી ગયા હોશઃ અમેરિકાથી લઈને આખા વિશ્વમાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી: વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાંથી મેડિકલ જગતને હચમચાવી નાખતો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! અમેરિકાના યુટાહ રાજ્યમાં હવે ટેક્નોલોજીએ એવી છલાંગ લગાવી છે કે જ્યાં દર્દીઓએ માનવ ડૉક્ટર પાસે લાઈનો લગાવવાની જરૂર નહીં પડે, પરંતુ એક અદ્યતન 'એઆઈ ડૉક્ટર' (AI Doctor) સીધા જ દર્દીઓની બીમારી પારખીને તેમને દવાઓનું પ્રિસ્ક્રિપ્શન લખી આપશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આ સિસ્ટમ દર્દીના લક્ષણો જાણીને માત્ર સેકન્ડોમાં જ મેડિકલ ટ્રીટમેન્ટ નક્કી કરી રહી છે, જેને લઈને તબીબી આખી દુનિયામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
એઆઈ ડોક્ટર હવેથી ખીલ (એકને)ની દવા લખી આપશે. આ માટે એઆઈ સિસ્ટમ દર્દી માટે સવાલો તૈયાર કરે છે ત્યારબાદ ફેશિયલ સ્કેન કરે છે. સ્કેન કર્યા બાદ તે ડોક્ટરોના લિમિટેડ લિસ્ટમાંથી ટ્રીટમેન્ટ શોધીને તેનું પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. રિપોર્ટ મુજબ, ઉટાહમાં ૧,૦૦,૦૦૦થી વધુ નાગરિકો ખીલ માટેની દવાઓ લઈ રહ્યા છે.
સામાન્ય રીતે ડોક્ટરની એપોઈન્ટમેન્ટ માટેનો ૬૧ દિવસનો વેઈટિંગ ટાઈમ છે. જ્યારે, ૧૧ કાઉન્ટીમાં ડર્મેટોલોજિસ્ટ (સ્કીનના ડોક્ટર) જ નથી. આ એઆઈ સિસ્ટમ માટે અમેરિકાની એક હેલ્થ કંપનીને મંજૂરી મળી છે. કંપનીનું કહેવું છે કે, તેઓ સ્કીનના રોગોના ઈલાજ બાદ તેમની સિસ્ટમને વધુ એડવાન્સ સ્ટેજ પર લઈ જવા માંગે છે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
