<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

પાકિસ્તાનનો મહાદગો: અમેરિકા સાથે મધ્યસ્થીના નામે રમી ગયું ‘ડબલ ગેમ’, ઈરાની વિમાનોને એરબેઝ પર આશરો

સેટેલાઇટ તસવીરોમાં પોલ ખુલી: રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ઈરાની સૈન્ય વિમાન સી-130 દેખાયું:શું અમેરિકાની આંખમાં ધૂળ નાખીને પાકિસ્તાન ઈરાનને બચાવી રહ્યું છે? ટ્રમ્પ વહીવટીતંત્ર લાલઘૂમ, મધ્યસ્થીની ભૂમિકા સામે ઉઠ્યા ગંભીર સવાલો

નવી દિલ્હી: પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર મોટું તોફાન આવ્યું છે. એક ચોંકાવનારા ખુલાસા મુજબ, પાકિસ્તાને પોતાના વ્યૂહાત્મક રીતે મહત્વના નૂર ખાન એરબેઝ (Nur Khan Airbase) પર ઈરાનના મિલિટરી એરક્રાફ્ટને છૂપી રીતે પાર્ક કરવાની મંજૂરી આપી છે. અમેરિકાની ટીવી ચેનલ CBS ન્યૂઝ અને NDTV દ્વારા જારી કરાયેલી હાઈ-રિઝોલ્યુશન સેટેલાઇટ તસવીરોમાં ઈરાની વાયુસેનાનું C-130 વિમાન સ્પષ્ટપણે જોવા મળે છે, જે પાકિસ્તાનના ગ્રે કલરના વિમાનો વચ્ચે તેના ડેઝર્ટ કેમફ્લેજ (રણ જેવો રંગ) ને કારણે તરત જ ઓળખાઈ ગયું છે.

આ અહેવાલ બાદ વિશ્વભરમાં પાકિસ્તાનની ટીકા થતા તેના વિદેશ મંત્રાલયે ખુલાસો કરવાની કોશિશ કરી છે. મંત્રાલયે ઈરાની સૈન્ય વિમાનોની હાજરીને તો નકારી કાઢી છે, પરંતુ એ સ્વીકાર્યું છે કે ઈરાની અને અમેરિકન વિમાનોએ રાજદ્વારીઓ અને સુરક્ષા ટીમોની અવરજવર માટે પાકિસ્તાનના એરસ્પેસ અને એરબેઝનો ઉપયોગ કર્યો હતો. જોકે, પાકિસ્તાન એ સમજાવવામાં નિષ્ફળ રહ્યું છે કે RC-130 જેવા અત્યંત સંવેદનશીલ સૈન્ય જાસૂસી વિમાનોને ઉચ્ચ સુરક્ષા ધરાવતા સૈન્ય મથકો પર આટલા લાંબા સમય સુધી શા માટે રાખવામાં આવ્યા હતા.

આ ખુલાસા બાદ અમેરિકામાં પાકિસ્તાન સામે રોષ જોવા મળી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના ગણાતા સીનેટર લિન્ડસે ગ્રાહમે પાકિસ્તાનની મધ્યસ્થી ભૂમિકાની સમીક્ષા કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન હંમેશા ઈઝરાયલ વિરોધી વલણ ધરાવતું રહ્યું છે, તેથી તેની પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તે જ સમયે, ટ્રમ્પ વહીવટીતંત્રમાં એવી ચિંતા વધી રહી છે કે પાકિસ્તાન ઈરાન સાથેની મંત્રણાની સાચી હકીકતો અમેરિકા સાથે શેર કરી રહ્યું નથી.

(6:04 PM IST)