<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

મિડલ ઈસ્ટમાં ઇઝરાયેલનો કાળો કેર: લેબનોન પર અત્યાર સુધીનો સૌથી ભીષણ એરસ્ટ્રાઇકનો મારો:૧૬ નિર્દોષોના કમકમાટીભર્યા કરુણ મોત

વોશિંગ્ટનમાં મહાબેઠક પહેલા જ બોમ્બમારો: પલાયન કરી રહેલા પરિવારો અને હાઈવે પર ડ્રોન હુમલાથી ચીસાચીસ:ચોમેર કાટમાળ અને રક્તપાતથી હાહાકાર

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં યુદ્ધવિરામ (Ceasefire) ના તમામ પ્રયાસો અને કરારો માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેમ ઇઝરાયેલી વાયુસેનાએ દક્ષિણ લેબનોન પર કાળો કેર વર્તાવ્યો છે. ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ ભીષણ એરસ્ટ્રાઇક અને ડ્રોન હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ૧૬ લોકો લોહીલુહાણ થઈને મોતના મુખમાં ધકેલાઈ ગયા છે, જ્યારે ૫૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલો ઉભરાઈ રહી છે.
ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે લેબનોનમાં ઇઝરાયેલના લશ્કરી આક્રમણનો વ્યાપ વધારવામાં આવશે તેના પછી હુમલાનું પ્રમાણ અને તેની તીવ્રતામાં વધારો થયો છે. હીઝબુલ્લાહે પણ લેબનોનમાં ઘૂસેલા ઇઝરાયેલના લશ્કરી દળો પર ફાઇબર ઓપ્ટિક ડ્રોનના હુમલા કર્યા છે  અમેરિકાની રાજધાનીમાં લેબનીઝ અને ઇઝરાયેલી લશ્કરી અધિકારીઓ તેમની પ્રથમ સુરક્ષા મંત્રણાનું શુક્રવારે આયોજન કરવાના છે ત્યારે આ હુમલા થયા છે. ગુરુવારે આ હુમલા શરૂ થયા તે પૂર્વે ઇઝરાયેલી લશ્કનરા અરેબિક પ્રવક્તાએ દરિયાકિનારાના શહેર ટાયરમાં આવેલા આઠ બિલ્ડિંગમાં વસતા અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને ખાલી કરીને જવાની ચેતવણી આપી હતી. તેના પગલે ઘણા લોકોએ વિસ્તાર છોડી દીધો હતો.  સિડોન શહેરના ઉત્તરમાં ઇઝરાયેલના ડ્રોન હુમલામાં કેટલાક વિસ્થાપિત કુટુંબોના પાંચના મોત થયા હતા અને ૨૧ેને ઇજા થઈ હતી. મૃતકોમાં બાળકોનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલામાં ઇરાનના અરેબિક ટીવીનો પ્રવક્તા હોસન ઝૈડાન હતો.
આ ઉપરાંત અન્ય કોસ્ટલ ટાઉન એડલોન કારમાં ભાગીને જતાં એક કુટુંબ પર ઇઝરાયેલનું ડ્રોન ત્રાટક્યુ હતુ. તેમા છના મોત થયા હતા. તેમા કુલ ચાર બાળકો અને માબાપ હતા. ઇઝરાયેલ હવે લેબનોનમાં લિતાની નદીથી આગળ વધીને હુમલા કરવા લાગ્યું છે.હીઝબુલ્લાહે પણ દાવો કર્યો છે કે તેણે ઇઝરાયેલ પર ડ્રોન અને ડઝનબંંધ રેકોર્ડ છોડયા હતા અને તેમા એક ઇઝરાયેલી સૈનિકનું મોત થયું છે અત્યાર સુધીમાં ઇઝરાયેલના હુમલામાં ૩,૨૬૯ના મોત થયા છે અને લગભગ દસ હજાર ઇજા પામ્યા છે. ઇઝરાયેલના ૨૩ સૈનિકો અને એક ડિફેન્સ કોન્ટ્રાક્ટર માર્યા ગયા છે.

 

(5:28 PM IST)