<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

'આઈસ્ક્રીમ કેપિટલ ઓફ ધી વર્લ્ડ' તરીકે ઓળખાતા નાનકડા શહેરની રસપ્રદ અને મધુર કહાની: રોજના ૨૦ લાખથી વધુ કપ આઈસ્ક્રીમનું ઉત્પાદન

અમેરિકાના આયોવા રાજ્યનું લિમાર્સ શહેર વિશ્વભરમાં આઈસ્ક્રીમનું ધામ બન્યું: એક સદી જૂની ડેરી અને અનોખી કલ્પનાશક્તિએ નાનકડા ટાઉનનું ભાગ્ય બદલી નાખ્યું

નવી દિલ્હી: વિશ્વમાં અનેક શહેરો પોતાની ઐતિહાસિક વારસાગત કે આધુનિકતા માટે જાણીતા છે, પરંતુ અમેરિકાના આયોવા રાજ્યમાં આવેલું 'લિમાર્સ' (Le Mars) નામનું નાનકડું શહેર આખી દુનિયામાં 'આઈસ્ક્રીમ કેપિટલ ઓફ ધી વર્લ્ડ' તરીકે પ્રખ્યાત છે; આ શહેર પાછળની મધુર કહાની વર્ષ ૧૯૨૫માં શરૂ થઈ હતી, જ્યારે બ્લુ બન્ની (Blue Bunny) નામના એક સ્થાનિક ડેરી બ્રાન્ડે અહીં અત્યંત ગુણવત્તાસભર આઈસ્ક્રીમનું ઉત્પાદન શરૂ કર્યું હતું, સમયાંતરે આ નાનકડા શહેરમાં આઈસ્ક્રીમનું ઉત્પાદન એટલા મોટા પાયે વધી ગયું કે આજે એક જ કંપનીના વિશાળ પ્લાન્ટમાંથી દરરોજ ૨૦ લાખથી વધુ આઈસ્ક્રીમ પેકેટોનું ઉત્પાદન કરવામાં આવે છે, શહેરની શેરીઓ, મ્યુઝિયમ અને બેન્ચ પણ આઈસ્ક્રીમના આકારમાં બનાવવામાં આવ્યા છે, વર્ષ ૨૦૦૩માં આ શહેરને અધિકૃત રીતે 'આઈસ્ક્રીમ કેપિટલ'નો દરજ્જો આપવામાં આવ્યો હતો, જ્યાં આજે પણ દર વર્ષે લાખો પ્રવાસીઓ આ મીઠી મધુર સફરનો અનુભવ કરવા પહોંચે છે.

અહીંના વેલ્સ આઈસ્ક્રીમ પાર્લરોમાં એક જગ્યાએ ૩૦થી વધુ જુદી જુદી ફ્લેવર્સના આઈસ્ક્રીમ મળે છે. ઉલ્લેખનીય છે કે લ'માર્સ શહેરમાં આઈસક્રીમ માત્ર ખાવાની ચીજ નથી પરંતુ તે તેની સંસ્કૃતિની એક ઓળખ છે. દર વર્ષે જૂન મહીનામાં યોજાતા આઈસક્રીમ ડેઝ નામક ચાર દિવસનો જે ઉત્સવ યોજાય છે. ત્યારે સમગ્ર શહેર જશ્નમાં ડુબી જાય છે. તે દરમિયાન પરેડે વિંટેજ કાર શૉ, લાઈવ મ્યુઝિક આઉટડૉર મુવીઝ, અને કાર્નીવલ જેવા રંગરાગ ભર્યા કાર્યક્રમો યોજાય છે.
આ ફેસ્ટીવલ દરમિયાન વેલ્સ એન્ટરપ્રાઇઝની ટીમ પર્યટકો અને સ્થાનિક લોકોને ફ્રી આઈસક્રીમ કોન્સ આપવામાં આવે છે.
આ શહેરનાં વેલ્સ વિઝિટર સેન્ટર એન્ડ આઈસક્રીમ પાર્લર અહીંની સૌથી પ્રખ્યાત જગ્યા છે. ત્યાં ૩૦થી વધુ જુદી જુદી ફ્લેવરના આઈસ્ક્રીમ મળે છે.
આ શહેર તેનાં સુંદર મ્યુરલ પેન્ટીંગ્સ (ભીંત ચિત્રો), ઐતિહાસિક દુકાનો, શાંત માહોલ અને શહેરની વચ્ચેથી વહેતી નદીની સહેલગાહને લીધે પર્યટકોનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. અમેરિકા આવનારા લગભગ તમામ પર્યટકો આ શહેરની મુલાકાત લે છે. તે તેની આવકનું મહાન સ્રોત પણ છે.

(6:03 PM IST)