તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
ભારતની વિરાસત પરત આવી: અમેરિકાએ 657 અત્યંત પ્રાચીન અને દુર્લભ મૂર્તિઓ ભારતને સોંપી: સાંસ્કૃતિક ક્ષેત્રે ભારતની મોટી જીત
સ્મગલરોનું પાપ ધોવાયું, દેવી-દેવતાઓ ઘેર પધાર્યા: ભારતીય મૂળના કુખ્યાત સ્મગલિંગ માસ્ટરમાઈન્ડ પાસેથી કબજે કરાયો હતો અબજોનો ખજાનો:સદીઓ જૂની મૂર્તિઓ હવે ભારતની શોભા વધારશે:અમેરિકી તપાસ એજન્સીઓ અને ભારત સરકારના સંયુક્ત ઓપરેશનને મળી મોટી સફળતા:શું હજુ પણ વિદેશોમાં છુપાયેલી આપણી કલા પરત લાવવામાં આવશે?

નવી દિલ્હી: ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને કલા જગત માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. અમેરિકાએ ભારતમાંથી ગેરકાયદેસર રીતે સ્મગલિંગ કરીને લઈ જવામાં આવેલી ૬૫૭ જેટલી કિંમતી પ્રાચીન મૂર્તિઓ અને કલાકૃતિઓ ભારતને પરત કરી છે. આ તમામ મૂર્તિઓ એક ભારતીય મૂળના કુખ્યાત સ્મગલિંગ માસ્ટરમાઈન્ડ અને તેના નેટવર્ક પાસેથી અમેરિકી તપાસ એજન્સીઓએ વર્ષો સુધી ચાલેલી કાયદાકીય લડત બાદ કબજે કરી હતી.
આ ઐતિહાસિક વારસો ભારતને ત્રણ અલગ-અલગ તબક્કામાં પરત કરવામાં આવ્યો છે:
- નવેમ્બર 2024માં 612 મૂર્તિઓ પરત મળી હતી.
- જુલાઈ 2025માં 26 મૂર્તિઓ પરત કરવામાં આવી હતી.
- છેલ્લા તબક્કામાં 28 એપ્રિલ 2026, મંગળવારના રોજ 19 મૂર્તિઓ ભારતને સોંપાઈ, જેમાંની 17 મૂર્તિઓ સીધી રીતે તસ્કર સુભાષ કપૂર સાથે જોડાયેલી છે.
આ સંગ્રહમાં કેટલીક અત્યંત કિંમતી અને ઐતિહાસિક મૂર્તિઓનો સમાવેશ થાય છે:
અવલોકિતેશ્વરની કાંસ્ય પ્રતિમા: આશરે 17 કરોડ રૂપિયા($2 મિલિયન) ની કિંમત ધરાવતી આ પ્રતિમા છત્તીસગઢના રાયપુર સ્થિત મહંત ઘાસીદાસ સ્મારક સંગ્રહાલયમાંથી ચોરાઈ હતી. તેને 1982માં સ્મગલિંગ દ્વારા અમેરિકા લઈ જવામાં આવી હતી અને 2025માં એક ખાનગી કલેક્શનમાંથી જપ્ત કરાઈ હતી.
બુદ્ધની પ્રતિમા: ઉત્તર ભારતમાંથી લૂંટાયેલી લાલ બલુઆ પથ્થરની આ પ્રતિમાની કિંમત અંદાજે 63 કરોડ રૂપિયા($7.5 મિલિયન) છે. તસ્કર સુભાષ કપૂરે તેને ન્યૂયોર્ક મોકલી હતી, જ્યાં તેને એક સ્ટોરેજ યુનિટમાંથી પકડી પાડવામાં આવી હતી.
નૃત્ય કરતા ગણેશની મૂર્તિ: મધ્ય પ્રદેશના એક મંદિરમાંથી વર્ષ 2000માં લૂંટાયેલી આ પથ્થરની મૂર્તિને ખોટા દસ્તાવેજોના આધારે હરાજીમાં વેચવામાં આવી હતી. જે આ વર્ષની શરૂઆતમાં એક ખાનગી સંગ્રાહકે સ્વેચ્છાએ પરત કરી દીધી છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
