<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

મિડલ ઈસ્ટના મહાયુદ્ધ વચ્ચે વૈશ્વિક ફલક પર ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો જીઓપોલિટિકલ માસ્ટર સ્ટ્રોક:મિત્ર દેશ UAEને આપશે દુનિયાની સૌથી ઘાતક બ્રહ્મોસ મિસાઈલ: ઇઝરાયલ સાથે પણ તોતિંગ ડિફેન્સ ડીલ ફાઇનલ થતા પશ્ચિમી દેશો અને દુશ્મનોના કેમ્પમાં ભારે હડકંપ

ગ્લોબલ ડિફેન્સ માર્કેટમાં ભારતીય હથિયારોનો વાગ્યો પ્રચંડ ડંકો: અખાતી દેશોમાં ભારતની સૈન્ય પકડ થઈ સુપર મજબૂત: યુદ્ધના ભયાનક તણાવ વચ્ચે પણ ભારતે સ્વતંત્ર વિદેશ નીતિ અને અબજો ડોલરના લશ્કરી નિકાસ કરારથી રચ્યો નવો ઇતિહાસ

નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણ અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા પ્રચંડ સૈન્ય સંઘર્ષની વચ્ચે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મંચ પર એક અત્યંત શક્તિશાળી અને વ્યૂહાત્મક માસ્ટર સ્ટ્રોક લગાવતા યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ને ભારતની શાન સમાન બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ સપ્લાય કરવાનો ઐતિહાસિક સોદો આખરી ઓપ આપી દીધો છે, જેની સાથે જ ઇઝરાયલ સાથે પણ મસમોટી ડિફેન્સ ટેકનોલોજી ડીલ સાઇન થવાના સનસનાટીભર્યા અહેવાલ સામે આવ્યા છે.

ઈરાન-ઇઝરાયલ તણાવ અને યુદ્ધે સમગ્ર પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ બદલી નાખી છે. UAE અને અન્ય ગલ્ફ દેશોએ અનુભવ્યુ છે કે, યુએસ શસ્ત્રો પર આંધળો આધાર રાખવો પૂરતો નથી. તેમને ઝડપી, સચોટ અને વિશ્વસનીય સિસ્ટમોની જરૂર છે જે પ્રાદેશિક જોખમોનો સામનો કરી શકે. બ્રહ્મોસ મિસાઈલ અને આકાશતિર એર ડિફેન્સ સિસ્ટમ આ જરૂરિયાતોને ચોક્કસપણે પૂર્ણ કરે છે.

ભારત આ વાટાઘાટોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. બ્રહ્મોસ મિસાઇલ તેની મેક 3 ગતિ સાથે દુશ્મનને સ્તબ્ધ કરી દે છે. 2025માં ઓપરેશન સિંદૂરમાં તેની ભૂમિકાએ ઘણા દેશોનું ધ્યાન ખેંચ્યું. UAE હવે એક નવી નીતિ અપનાવી રહ્યું છે, જે ભારતને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે માન્યતા આપે છે. આ ડીલ ફક્ત વેપાર નહીં, પરંતુ વ્યૂહાત્મક ભાગીદારીનો એક ભાગ છે.

ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયની એક ઉચ્ચ સ્તરીય ટીમ ભારતની મુલાકાતે આવી રહી છે. ડિરેક્ટર જનરલ મેજર જનરલ (નિવૃત્ત) અમીર બરામ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. બંને પક્ષોએ સંયુક્ત ઉત્પાદન, ટેકનોલોજી ટ્રાન્સફર, AI, સાયબર સુરક્ષા અને સહ-વિકાસ અંગે ચર્ચા કરી હતી. બંને દેશો હવે ફક્ત ખરીદી અને વેચાણ સુધી મર્યાદિત રહેવા માંગતા નથી. તેઓ સંયુક્ત શસ્ત્રો વિકસાવવા, ભારતમાં ઉત્પાદન સ્થાપિત કરવા અને ત્રીજા દેશોમાં નિકાસ કરવા તરફ કામ કરી રહ્યા છે. ઇઝરાયલી ટેકનોલોજી અને ભારતની ઉત્પાદન ક્ષમતાઓનું આ સંયોજન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. બરાક-8 મિસાઇલ, હેરોન ડ્રોન અને અન્ય સિસ્ટમો ભારતીય સેનામાં પહેલાથી જ સફળ છે. હવે ધ્યાન સહ-ઉત્પાદન પર છે.

(5:34 PM IST)