<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

અમેરિકામાં ભારતનો ડંકો: ૧.૭૧ લાખ કરોડના રોકાણ સાથે ભારતીય કંપનીઓએ રચ્યો નવો ઈતિહાસ

સુપરપાવરના આંગણે ભારતનો દબદબો: લાખો અમેરિકનોને મળી રોજગારી:મેડ ઈન ઈન્ડિયાનો વૈશ્વિક સ્તરે જયજયકાર: ટાટા, રિલાયન્સ અને ઇન્ફોસીસ જેવી કંપનીઓએ અમેરિકી બજારમાં જમાવી ધાક, ચીન-જાપાનને પણ આપી ટક્કર

નવી દિલ્હી: ભારતીય કંપનીઓએ અમેરિકાની ધરતી પર રોકાણના તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો અધ્યાય લખ્યો છે. તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતીય કંપનીઓએ અમેરિકામાં અંદાજે ૧.૭૧ લાખ કરોડ રૂપિયાનું (અબજો ડોલર) નિવેશ કર્યું છે. આ આંકડો માત્ર રોકાણનો નથી, પણ ભારતની વધતી જતી આર્થિક ક્ષમતાનું પ્રતીક છે.

'૨૦૨૬ : સીલેક્ટ યુ.એસ.ઇન્વેસ્ટમેન્ટ-સમિટ' માં અમેરિકી દૂતાવાસે દાવો કર્યો છે કે જેથી દરેક ભારતીયની છાતી ગજ-ગજ ફૂલી રહે છે.

ભારતની વિવિધ કંપનીઓએ અમેરિકામાં હજી સુધીમાં કુલ મળી ૨૦.૫ બિલિયન ડોલર્સ (આશરે રૂ. ૧.૭૧ લાખ કરોડ)નું મુડી રોકાણ કર્યું છે. આથી ભારત સ્થિત અમેરિકી દૂતાવાસે જણાવ્યું છે કે, હવે અમેરિકાના આર્થિક વિકાસમાં ભારતી ઉદ્યોગ-જગત એક મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.

આ પૈકી સૌથી મોટો હિસ્સો ફાર્માસ્યુટિકલ કંપનીઓનો છે. તેમણે રીસર્ચ અને ડેવલોપમેન્ટ (આર એન્ડ ડી) મળીને ૧૯.૧ અબજ ડોલર્સનું રોકાણ કર્યું છે. જે અમેરિકામાં દવા ઉત્પાદનમાં મજબૂતી આપશે. આ ઉપરાંત સ્ટીલ સેક્ટરમાં ૨૫૫ મિલિયન ડોલર્સનું નિવેશ કરવામાં આવ્યું છે. તે રોકાણ દ્વારા અમેરિકાની જૂની ઔદ્યોગિક ક્ષમતાને આધુનિક બનાવવામાં આવશે. જયારે ૧૨ કંપનીઓ ગ્રીન-ફીલ્ડ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. તેમાં ભારતીય કંપનીઓએ ૧.૧ અબજ ડોલર્સનું બજેટ રાખ્યું છે.

ફાર્મા અને સ્ટીલ ઉપરાંત, ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર તથા ઇમર્જિંગ ટેકનોલોજી (એઆઈ/ કવોન્ટમ)માં પણ ભારતીય કંપનીઓ નિવેશ કરી રહી છે.

(5:04 PM IST)