તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Saturday, 19th September 2026
અમેરિકામાં પિશાચી સન્નાટોઃ યુએસ બોર્ડર પર એન્ટ્રી લેતાં જ મુસાફરોના લેપટોપ, મોબાઈલ અને સ્માર્ટવોચની સટાકથી જડતી:પાસવર્ડ ન આપ્યો તો વિઝાનો બોલાઈ જશે કૂચડો
મહાસત્તા અમેરિકાનો સરહદો પર કાળો નાગ: વિદેશથી આવતા તમામ નાગરિકો અને પ્રવાસીઓના ડિજિટલ સાધનોની રાક્ષસી તપાસ:કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) ને વોરંટ વગર મોબાઈલ: લેપટોપ અને ટેબ્લેટ ફંફોસવાનો મનસ્વી અને વિસ્ફોટક અધિકાર:ચેટ, ફોટા, સોશિયલ મીડિયા અને અંગત ડેટાની પિશાચી તપાસ: પાસવર્ડ કે અનલોક કરવાની ના પાડી તો ડિવાઇસ જપ્ત કરીને ડિપોર્ટ કરવાની કાળજું કંપાવતી ધમકી

નવી દિલ્હી :અમેરિકા જવાની તૈયારી કરતા અને વિદેશ પ્રવાસે નીકળતા ભારતીયો સહિત સમગ્ર દુનિયાના નાગરિકોના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતી ચોંકાવનારી વિગત સામે આવી છે! અમેરિકામાં પ્રવેશતી વખતે એરપોર્ટ અને બોર્ડર ચેકપોસ્ટ પર તૈનાત યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) અધિકારીઓ હવે કોઈપણ વોરંટ કે શંકા વગર મુસાફરોના મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટવોચ હાથમાં લઈને પિશાચી જડતી લઈ રહ્યા છે.
આ સંદર્ભમાં કોર્ટે અરજદારની દલીલ અમાન્ય રાખીને કહ્યું હતું કે સીમા સુરક્ષાના સંદર્ભમાં વોરન્ટ વગર નાગરિકોના લેપટોપ કે મોબાઈલની જડતી લઈ શકાય. તેને બંધારણીય અધિકાર હેઠળ પ્રાઈવસી ગણીને બચી શકાય નહીં. તે રૂટિન તલાશી હેઠળ આવરીને એની જડતી લઈ શકાય. અમેરિકાની અંદર સામાન્ય પોલીસ તપાસથી તેને અલગ ગણાવી હતી. અમેરિકામાં પોલીસ વોરન્ટ આપીને પછી તલાશી લેતી હોય છે. કોર્ટે કહ્યું હતું કે અમેરિકામાં પ્રવેશતા તમામ નાગરિકોની ચીજવસ્તુઓ ચેક કરવાનો સુરક્ષા અધિકારીઓને અધિકાર છે. આ ચુકાદાથી એરપોર્ટમાં અધિકારીઓની પજવણી વધશે. ખાસ તો વિદેશી નાગરિકો, વિદ્યાર્થીઓ, ટૂરિસ્ટ વગેરે અમેરિકામાં પ્રવેશ કરશે ત્યારે વધારે પરેશાન થશે. દરમિયાન શ્રમ-રોજગાર વિભાગના વડા એન્ટની ડિસ્પોસિટોએ એક નિવેદનમાં કહ્યું હતું કે અમેરિકાના વિઝા મેળવીને આવતા વિદેશી નાગરિકોને અમેરિકન કામદારો સાથે છેતરપિંડી કરવાનો, તેમની નોકરી છીનવી લેવાનો પરવાનો મળી જતો નથી. અમેરિકામાં વિઝા મેળવીને કોઈ પણ પ્રકારના કૌભાંડો થાય તે યોગ્ય નથી. આખો બિઝનેસ આવી છેતરપિંડી પર ચાલે છે, તેની તપાસ થવી જોઈએ. જુદી કેટેગરીના વિઝા મેળવીને પાર્ટટાઈમ નોકરી કરતા વિદેશી નાગરિકો પર કાર્યવાહીની માંગણી કરતા એન્ટનીએ કહ્યું હતું કે ફેક જોબ કરતાં વિદેશી નાગરિકો સામે આકરા પગલાં ભરવા જોઈએ.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
