News of Monday, 27th July 2026
યુરોપના બે દેશોના જંગલોમાં ભીષણ વનવાગળ: ૩ લાખથી વધુ લોકો બેઘર થયા: સ્પેને ઈતિહાસમાં પહેલીવાર ઈમરજન્સી જાહેર કરી
અતિશય ગરમી અને પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: હજારો હેક્ટર જંગલો બળીને ખાખ:સેના અને ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી

નવી દિલ્હી: યુરોપના બે મુખ્ય દેશોના જંગલોમાં ફાટી નીકળેલી ભયાનક આગે ભારે તબાહી મચાવી છે; સતત વધી રહેલા તાપમાન અને સૂકા પવનોના કારણે દવ ઝડપથી રહેણાંક વિસ્તારો સુધી પહોંચી જતાં અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે; સ્થિતિ અત્યંત ગંભીર અને કાબૂ બહાર જતાં સ્પેન સરકારે દેશના ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય કટોકટી (ઈમરજન્સી) જાહેર કરી છે; વિકરાળ બની રહેલી આગને ઓલવવા માટે સેના, હેલિકોપ્ટર અને સોંકડો ફાયર ફાઈટરો રાત-દિવસ ઝઝૂમી રહ્યા છે; જંગલ નજીક આવેલા અનેક ગામડાઓ અને શહેરો બળીને ખાખ થઈ ગયા છે અને હજારો હેક્ટર કુદરતી સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે; યુરોપિયન યુનિયન દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે.
અહેવાલો અનુસાર, ફ્રાન્સમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. બોર્ડેક્સ શહેરની આસપાસ અને દક્ષિણપશ્ચિમના ગિરોન્ડે ક્ષેત્રમાં આગ અચાનક ઝડપથી ફેલાઈ હતી. દેશમાં અત્યાર સુધીમાં 98,000 હેક્ટર જમીન બળીને ખાખ થઈ ગઈ છે, જે ફ્રાન્સના ઇતિહાસનો નવો રેકોર્ડ છે. ફ્રાન્સના ગૃહ મંત્રી લોરેન્ટ નુનેઝે સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું કે 'દેશભરમાં આગ ફેલાઈ રહી છે અને પરિસ્થિતિ હજુ પણ અત્યંત નાજુક છે.'
સ્પેનમાં મેડ્રિડ, અવિલા અને પૂર્વીય દરિયાકાંઠાના શહેર વેલેન્સિયા નજીક ભીષણ આગ ફેલાઈ છે. સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે અવિલા પ્રાંતની મુલાકાત લીધા બાદ ચેતવણી આપી હતી કે દેશ માટે હજુ વધુ "મુશ્કેલ સમય" આગળ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 1.30 લાખ હેક્ટર જમીન બળી ગઈ છે. સપ્તાહના અંતે વેલેન્સિયા નજીક લાગેલી નવી આગને કારણે વધુ 15, 000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જોરદાર પવનોને કારણે આગ વધુ ઝડપથી ભડકી રહી છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
