News of Wednesday, 17th June 2026
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક જ નિર્ણયથી ભારતના અર્થતંત્ર પર પ્રચંડ સંકટના વાદળો: રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદનારા દેશો પર અમેરિકા કાયદાનો કોરડો વિંઝશે
મોદી સરકારની 'બંને હાથમાં લાડુ' રાખવાની વિદેશ નીતિ સામે ટ્રમ્પનું ખતરનાક અલ્ટીમેટમ: રશિયન ક્રૂડ પર બેન લાગશે તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચવાની ભીતિ

નવી દિલ્હી: વૈશ્વિક રાજનીતિના પટ પરથી ભારતના બજેટ અને દેશના કરોડો મધ્યમવર્ગીય પરિવારોના ખિસ્સાને સીધી અસર કરતા બિલકુલ પાકા ચોંકાવનારા સમાચાર વ્હાઇટ હાઉસમાંથી આવી રહ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના અર્થતંત્રની કમર તોડવા માટે વૈશ્વિક સ્તરે રશિયન ઓઈલના ખરીદદારો પર પ્રતિબંધ મૂકવાની સત્તાવાર જાહેરાત કરતા જ ભારતીય શેરબજારથી લઈને વિદેશ મંત્રાલયના ગલિયારાઓમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમી દેશોના વિરોધ છતાં ભારત અત્યાર સુધી પોતાના આર્થિક હિતોને સર્વોપરી રાખી રશિયા પાસેથી રેકોર્ડબ્રેક ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઈલ ખરીદતું આવ્યું છે. જોકે, ટ્રમ્પની આ નવી જાહેરાત બાદ ભારત માટે રશિયા સાથે ડોલરમાં કે રૂપી-રૂબલ ટ્રેડિંગમાં વહેવાર કરવો અશક્ય બની જશે. જો ભારત આ ઓઈલ ખરીદવાનું બંધ કરે તો દેશમાં મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ થવાનો ખતરો છે. સાઉથ બ્લોકના ટોચના રાજદ્વારી સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતના રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સીધા ટ્રમ્પ પ્રશાસન સાથે હાઈ-લેવલ નેગોશિયેશન (વાટાઘાટો) ની તૈયારી કરી રહ્યા હોવાનું અકિલના આંતરરાષ્ટ્રીય વિશ્લેષણમાં જાણવા મળ્યું છે!
જ્યારે વૈશ્વિક ઓઇલ સપ્લાય ખતરામાં હતી, ત્યારે અમેરિકા અને દુનિયામાં મોંઘવારી ન વધે તે માટે રશિયાને ઓઇલ વેચવાની છૂટ આપવામાં આવી હતી. હવે જ્યારે ઈરાન સાથેનો તણાવ ઓછો થઈ રહ્યો છે, ત્યારે તેઓ રશિયા પર ફરીથી કડક આર્થિક દબાણ લાવવા માટે તૈયાર છે. ટ્રમ્પે એવિયનમાં પત્રકારોને જણાવ્યું હતું કે ખાડીમાં આશરે 3.5 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાના કરાર બાદ હવે ઈરાનનો મુદ્દો પાછળ રહી જશે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ઓઇલની અવરજવર ફરીથી સુચારૂ થતાં જ પ્રતિબંધો ફરી લાગુ કરવાનો સમય આવી ગયો છે. આ સાથે જ G7 દેશો વચ્ચે રશિયાની ઊર્જા કમાણી રોકવા માટે દબાણ વધારવા પર સહમતિ બની છે. બ્રિટનના પીએમ કીર સ્ટાર્મર અને કેનેડાના પીએમ માર્ક કાર્નીએ રશિયાના 'શેડો ફ્લીટ' (ગુપ્ત ઓઇલ ટેન્કરો) પર નવા પ્રતિબંધોની જાહેરાત પણ કરી દીધી છે.
ભારત દુનિયાના સૌથી મોટા ઓઇલ આયાતકારોમાંનું એક છે અને પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાહત દરે રશિયન ઓઇલનો મુખ્ય ખરીદદાર રહ્યો છે. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ભારે ઉછાળાને જોતા, અમેરિકાએ વૈશ્વિક ઓઇલ માર્કેટને સ્થિર કરવા માટે ભારત સહિત કેટલાક દેશોને રશિયન ઓઇલની ખરીદી પર અસ્થાયી છૂટ આપી હતી.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
