News of Wednesday, 11th November 2026
યુદ્ધમાં પીઠ બતાવી નાસી જનારા ૬૬ સૈનિકોને 'સજા-એ-મોત' નું એલાન: અત્યાર સુધીમાં ભયાનક ૩૮૧ દંડાઈ ચૂક્યા
મોરચો છોડીને ભાગી છૂટેલા સૈનિકો પર કાળ બનીને ત્રાટક્યું લશ્કરી તંત્ર:સનસનાટીભર્યા એલાનથી આખી દુનિયાના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે એક અત્યંત ચોંકાવનારા અને કાળજું કંપાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. યુદ્ધભૂમિમાં દુશ્મનો સામેથી પીઠ બતાવીને નાસી છૂટેલા ૬૬ સૈનિકોને સીધી 'સજા-એ-મોત' એટલે કે ફાંસી અથવા ગોળી મારી દેવાનો ભયાનક હુકમ જાહેર કરવામાં આવ્યો છે. લશ્કરી વડાઓ દ્વારા આકરો નિર્ણય લેવાતાં સૈન્ય છાવણીઓમાં ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો છે.
પૂર્વ ડીઆર કોંગોનો સમગ્ર વિસ્તાર છેલ્લા કેટલાક દાયકાઓથી સતત હિંસક સંઘર્ષોનો સામનો કરી રહ્યો છે. અહીં સરકારી સેના અને 'ફ્રન્ટ ફોર ધ રિફાઉન્ડેશન ઓફ ધ નેશન' (FRN) નામના વિગ્રહકારી ગઠબંધન વચ્ચે ઘર્ષણ ચાલુ રહ્યું છે, જેમાં કુખ્યાત M23 જૂથ પણ સામેલ છે.
અહેવાલો અનુસાર, 20 ઓક્ટોબરના રોજ વાલિકલે વિસ્તારમાંથી આ સૈનિકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે FRNના યોદ્ધાઓ સાથે જ્યારે હિંસક અથડામણ થઈ, ત્યારે તેઓ પોતપોતાની સુરક્ષા ચોકીઓ છોડીને રણમેદાનમાંથી ભાગી ગયા હતા.
M23 સહિતના અન્ય વિદ્રોહી સંગઠનો સામે કોંગોની સેનાનું અભિયાન લાંબા સમયથી આંતરિક અરાજકતા અને ખરાબ શિસ્તના કારણે નબળું પડી રહ્યું છે. કોંગો સરકારે અવારનવાર પડોશી દેશ રવાન્ડા પર M23 જૂથને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, પૂરતા પુરાવા હોવા છતાં રવાન્ડા સરકાર અને વિદ્રોહીઓ બંને આ આરોપોને નકારતા રહ્યા છે.
એક બાજુ સેનાને તેની ખરાબ કાર્યશૈલી અને અનુશાસન માટે ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી બાજુ સૈનિકોની ફરિયાદ છે કે તેમને ખૂબ જ ઓછું વેતન આપવામાં આવે છે અને યુદ્ધ લડવા માટે પૂરતા પ્રમાણમાં આધુનિક શસ્ત્રો કે લશ્કરી સાધનો પૂરા પાડવામાં આવતા નથી.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
