News of Friday, 2nd October 2026
સાઉદી અરેબિયાના પવિત્ર મદીના બાદ સીધા અતિ-મહત્વના ઓઈલ ટર્મિનલ પર મિસાઈલોનો ઘાતક અને લોહીયાળ પ્રહારઃ યેમનના ખતરનાક હુથી બળવાખોરો દ્વારા કરાયેલા આ પિશાચી હુમલાથી આખી ઇસ્લામિક દુનિયા અને મુસ્લિમ દેશોના ભડકીને સટાકથી છાતીના પાટિયા બેસી ગયા
વૈશ્વિક અર્થવ્યવસ્થાની ધમની સમાન સાઉદીના ઓઈલ ક્ષેત્રને સટાકથી સળગાવી દેનાર આ આતંકવાદી કૃત્ય સામે મુસ્લિમ રાષ્ટ્રોના રોદ્ર રોષથી આંતરરાષ્ટ્રીય રાજકારણના ઉડી ગયા હોશઃ મધ્ય પૂર્વના આકાશમાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:વૈશ્વિક સુરક્ષા અને મધ્ય પૂર્વના દેશોમાંથી દુનિયાને હચમચાવી દેતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મદીનામાં અગાઉ વીજ સપ્લાય ઠપ કર્યા બાદ હવે યેમનના કુખ્યાત અને બેફામ બનેલા હુથી બળવાખોરોએ સાઉદીના અત્યંત વ્યૂહાત્મક અને મુખ્ય ઓઈલ ટર્મિનલ પર સીધો મિસાઈલ અને ડ્રોન હુમલો કરીને ભીષણ વિસ્ફોટ સર્જ્યો છે.
અહેવાલો અનુસાર, સાઉદી અરબના રાતા સમુદ્ર પર સ્થિત યાન્બુ એક મુખ્ય ઔદ્યોગિક અને ક્રૂડ ઓઈલ નિકાસનું કેન્દ્ર છે. આ ટર્મિનલની દૈનિક લોડિંગ ક્ષમતા આશરે 1.5 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અથવા દરિયાઈ માર્ગોમાં વિક્ષેપની સ્થિતિમાં યાન્બુ સાઉદી અરેબના ઓઈલ નિકાસ માટે વૈકલ્પિક માર્ગ પૂરો પાડે છે. અગાઉ યાન્બુની પરિવહન માળખાકીય સુવિધાઓને નિશાન બનાવાઈ હતી, પરંતુ આ વખતે બંદરની અંદર આવેલા ઓઈલ ટર્મિનલ પર સીધો હુમલો કરાયો હોવાના અહેવાલ છે. દરમિયાન, સાઉદી ગઠબંધને દક્ષિણ ક્ષેત્ર તરફ છોડવામાં આવેલી 2 બેલિસ્ટિક મિસાઇલો અને 4 ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે.
આગેવાની હેઠળના ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કીયે અલ-મલિકીના જણાવ્યા અનુસાર, ડ્રોનના કાટમાળની તપાસ બાદ સ્પષ્ટ થયું છે કે મદીનાના તૈયબા પાવર સ્ટેશન પર હુમલો હુથીઓએ જ કર્યો હતો. આ સ્ટેશન મદીનાની પવિત્ર મસ્જિદ-એ-નબવી અને નજીકની નાગરિક સુવિધાઓને વીજ પુરવઠો પૂરો પાડે છે. હુમલામાં ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું, પરંતુ શહેરના વીજ પુરવઠા પર અસર પડી નહોતી. જોકે, હુથી બળવાખોરોએ આ આરોપોને નકારી કાઢ્યા છે.
પાવર સ્ટેશનને નિશાન બનાવવાની ઘટના બાદ સંયુક્ત આરબ અમીરાત (UAE), બહેરીન, કુવૈત, જોર્ડન અને તુર્કીયેએ સાઉદી અરબ સાથે એકતા દર્શાવી હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના સેક્રેટરી-જનરલ જાસેમ અલ-બુદાવીએ જણાવ્યું હતું કે પવિત્ર સ્થળોને સપ્લાય કરતા સ્ટેશન પર હુમલો એ ગંભીર બાબત છે અને સાઉદીની સુરક્ષા એ તમામ સભ્ય દેશોની સામૂહિક સુરક્ષાનો ભાગ છે. બહેરીને આ મામલે યુએન સુરક્ષા પરિષદને હુથીઓ સામે કડક વલણ અપનાવવા અપીલ કરી છે.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
