તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Monday, 12th October 2026
ગ્વાદરના દરિયામાં BLAનો ભયાનક સર્જિકલ એટેક: પાકિસ્તાની આર્મીની બોટ પર રોકેટ ઝીંકી 13 સૈનિકોને ઠાર કર્યાનો સનસનાટીભર્યો દાવો
બલોચ બળવાખોરોની બોટ આર્મી ત્રાટકતાં પાક કૉસ્ટ ગાર્ડમાં મચી ભાગદોડ: CPECના મુખ્ય કેન્દ્ર ગ્વાદરમાં લશ્કરી આકાઓના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:પાકિસ્તાનના વ્યૂહાત્મક ગ્વાદર બંદર નજીક બલોચ લિબરેશન આર્મી (BLA)ના બોટ આર્મી યુનિટ દ્વારા પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડ પર એક અત્યંત ઘાતક અને ધડાકાભેર હુમલો કરવામાં આવ્યો છે. દરિયાઈ સીમામાં અચાનક ત્રાટકેલા બલોચ બળવાખોરોએ પાકિસ્તાની સૈનિકોની બોટને ઘેરીને અંધાધૂંધ ગોળીબાર અને રોકેટ બોમ્બ ઝીંક્યા હતા, જેમાં પાકિસ્તાન કૉસ્ટ ગાર્ડના ૧૩ સૈનિકો સ્થળ પર જ ડૂબીને ઠાર થયા હોવાનો સનસનાટીભર્યો દાવો BLA દ્વારા કરાતાં પાક સેનામાં ભારે હાહાકાર મચી ગયો છે. આ ભયાનક હુમલા બાદ પાકિસ્તાની લશ્કરી એજન્સીઓના હોશ ઉડી ગયા છે અને સમગ્ર ગ્વાદર વિસ્તારમાં હાઈ એલર્ટ સાથે લશ્કરી છાવણી ખડકી દેવામાં આવી છે.
11 ઓક્ટોબરના એક નિવેદનમાં BLAએ દાવો કર્યો કે, હુમલામાં પાકિસ્તાનના કૉસ્ટ ગાર્ડની બે બોટને નિશાન બનાવવામાં આવી અને તેમાં 13 જવાનો માર્યા ગયા છે. સમૂહે આ ઓપરેશનની જવાબદારી પણ લીધી છે.
BLAના પ્રવક્તા જીયંદ બલૂચનાના જણાવ્યા પ્રમાણે સંગઠને 13 એપ્રિલ 2026ના રોજ પોતાની મેરીટાઈમ વિંગ બનાવી હતી, જેણે પોતાનું પહેલું દરિયાઈ ઓપરેશન એક દિવસ પહેલા, 12 એપ્રિલે મીલ તિયાબ વિસ્તારમાં ચલાવીને પાકિસ્તાની નેવીની પેટ્રોલ બોટને નિશાન બનાવી હતી અને ત્રણ જવાનોને મારી દીધા હતા.
સમૂહના જણાવ્યા પ્રમાણે આ યુનિટ કોસ્ટલ એરિયાઝની હિફાજત અને પાકિસ્તાની સિક્યોરિટી ફોર્સિસના મૂવમેન્ટને રોકવા માટે કામ કરે છે. BLAએ કહ્યું કે, ઓપરેશન વિશેની વધુ જાણકારી બાદમાં મીડિયા સાથે શેર કરવામાં આવશે.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
