News of Saturday, 19th September 2026
આફ્રિકામાં કાળમુખો કોપઃ વિષુવવૃત્તીય દેશમાં એઈડ્સનો પિશાચી વિસ્ફોટ:નેશનલ ઈમરજન્સી જાહેર: ભારતે માનવતાનો કાળો નાગ રોકવા સટાકથી મોકલી ૧૦ ટન HIVની દવા
પિશાચી મહામારીએ લીધો રાક્ષસી અવતાર: આખા દેશમાં અરેરાટી અને કાળજું કંપાવતો પિશાચી સન્નાટો:ઘર-ઘરમાં એઈડ્સના કાળમુખા વાયરસ વ્યાપી જતાં તંત્રના હોશ ઊડ્યા: દર્દીઓની સંખ્યા વધતાં સમગ્ર સ્વાસ્થ્ય ક્ષેત્રનો બોલાઈ ગયો કૂચડો: કટોકટીના આ ખૌફનાક સમયે ભારત બન્યું સંકટમોચન: જીવનરક્ષક એન્ટી-રેટ્રોવાયરલ દવાઓનો ૧૦ ટનનો તોતિંગ જથ્થો સટાકથી રવાના: મરણાંક રોકવા માટે ભારતે હાથ ધરી સંકટમોચન કામગીરી

નવી દિલ્હી :આફ્રિકાના પેટાળમાંથી સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અતિશય ચોંકાવનારો અને વિસ્ફોટક કાળમુખો કિસ્સો સામે આવ્યો છે! એચઆઈવી/એઈડ્સ (HIV/AIDS)ના પિશાચી સંક્રમણે ભયાનક અને રાક્ષસી સ્વરૂપ ધારણ કરી લેતાં સંબંધિત દેશની સરકારે તાબડતોબ આખા દેશમાં ‘નેશનલ હેલ્થ ઈમરજન્સી’ (રાષ્ટ્રીય કટોકટી) જાહેર કરી દીધી છે.
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ સહાયની પુષ્ટિ કરતાં જણાવ્યું કે ભારતે બોત્સ્વાનાના પબ્લિક હેલ્થ સિસ્ટમને ટેકો આપવા માટે 10 ટન ARV દવાઓ રવાના કરી છે. તેમણે આ પગલાને ગ્લોબલ સાઉથના ભાગીદાર દેશો સાથે આરોગ્ય ક્ષેત્રે પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ ગણાવ્યું છે. વિકાસશીલ દેશો જ્યારે ચેપી રોગો અને સંસાધનોની તંગી સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે ભારતની ફાર્માસ્યુટિકલ ક્ષમતા વૈશ્વિક આરોગ્ય સુરક્ષામાં નિર્ણાયક સાબિત થઈ રહી છે.
આ જીવનરક્ષક કન્સાઇનમેન્ટનું નિર્માણ હરિયાણાના અંબાલા સ્થિત 'મેકનીલ એન્ડ આર્ગસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ' દ્વારા કરવામાં આવ્યું છે. કંપનીના ચેરમેન ડૉ. ભાઈ જી.ડી. છિબ્બરે આ પગલાને અંબાલા અને સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે દર્દીઓની સલામતી અને દવાઓની અસરકારકતા સુનિશ્ચિત કરવા માટે તમામ કડક ગુણવત્તા પરીક્ષણો અને નિયમનકારી ધોરણો પૂર્ણ કર્યા બાદ જ આ સપ્લાય રવાના કરવામાં આવી છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
