News of Monday, 14th September 2026
મધ્ય પૂર્વના રાજકારણમાં કાળમુખો ધડાકોઃ હુથી બળવાખોરો સામે પાકિસ્તાનની પિશાચી પીછેહટથી સાઉદી અરેબિયા લાલચોળ: મિત્રતા પર કાળો નાગ ફેરવાયો
પિશાચી હુથીઓ સામે મેદાન છોડી ભાગેલા પાકિસ્તાનના કાયર વલણથી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) નો કાળમુખો આક્રોશ ફાટી નીકળ્યો:સંબંધોનો કૂચડો બોલાઈ જતાં પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે સટાકથી MBSને ફોન ઠોકી કાળજું કંપાવી દેતું રાક્ષસી ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું

નવી દિલ્હી :ગ્લોબલ રાજકારણ અને મધ્ય પૂર્વના યુદ્ધના મેદાનમાંથી ઇસ્લામિક દેશોના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો ધડાકો સામે આવ્યો છે! યમનના ભયાનક હુથી બળવાખોરો સામે લડવાના મુદ્દે પાકિસ્તાને એન ટાણે જ પિશાચી પીછેહટ કરી લેતાં સાઉદી અરેબિયા ભયાનક રીતે નારાજ થઈ ગયું છે.
તાજેતરમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીયે વચ્ચે 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' થયો હતો. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અગાઉ સંકેત આપ્યો હતો કે સાઉદી પર હુમલો થશે તો આ કરાર હેઠળ પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી કરશે. જોકે, ઈસ્લામાબાદે હવે સ્પષ્ટતા કરી છે કે આ કરાર માત્ર રક્ષણાત્મક છે અને પાકિસ્તાની સેના આપમેળે હુથીઓ સામે યુદ્ધમાં નહીં ઉતરે. આ નરમ વલણને કારણે સાઉદી અરેબિયા નારાજ ન થાય તે હેતુથી રવિવારે પીએમ શાહબાઝ શરીફે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન(MBS) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. શરીફે સાઉદી નાગરિકો અને માળખાગત સુવિધાઓ પર હુથીઓના હુમલાની કડક નિંદા કરી સાઉદી નેતૃત્વ પ્રત્યે પૂર્ણ એકતા દર્શાવી હતી. સામે પક્ષે, ક્રાઉન પ્રિન્સે પણ પાકિસ્તાનના અડગ સમર્થનની પ્રશંસા કરી હતી.
આ રાજદ્વારી ગતિવિધિઓ એવા સમયે થઈ રહી છે જ્યારે યમનમાં સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. 2022માં યુએનની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ બાદ આ સૌથી ગંભીર તણાવ છે. હુથી દળોએ લાલ સમુદ્રના મહત્ત્વના બંદર 'મોખા' અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ નજીકના ટાપુ પર કબજો જમાવ્યો છે, જ્યારે સાઉદી-સમર્થિત દળોએ પણ વળતા હુમલા શરૂ કર્યા છે. સપ્ટેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં 82,000થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. આ યુદ્ધને કારણે બાબ-અલ-મંદેબ જેવા વૈશ્વિક શિપિંગ માર્ગ પર મોટો ખતરો ઊભો થયો છે, જે વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા પુરવઠામાં મોટો વિક્ષેપ પાડી શકે છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
