<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

વૈશ્વિક જીઓપોલિટિક્સમાં અમેરિકાનો મહાવિસ્ફોટક પ્રહાર: શાંતિની વાતો વચ્ચે ઈરાનની આર્થિક કમર તોડી નાખી: ૧ અબજ ડૉલરનું મસમોટું ક્રિપ્ટો ફંડ જપ્ત કરાતા સનસનાટી

ડિજિટલ કરન્સીના માધ્યમથી ચાલતા ટેરર ફંડિંગ પર અમેરિકાની સર્જિકલ સ્ટ્રાઈક: મિડલ ઈસ્ટમાં ઈરાન મોટો આંચકો:પ્રતિબંધોની ઐસીતૈસી કરતા બુટલેગિંગ અને સૈન્ય નેટવર્કને મોટો ફટકો

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ચાલી રહેલી તંગદિલી વચ્ચે સુપર પાવર અમેરિકાએ ઈરાન સામે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક આર્થિક કાર્યવાહી કરીને આખા વિશ્વને ચોંકાવી દીધું છે. એકબાજુ મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા માટે રાજદ્વારી વાટાઘાટોના નાટક ચાલી રહ્યા છે, ત્યારે બીજીબાજુ અમેરિકાની તપાસ એજન્સીઓએ ઈરાન પ્રેરિત સૈન્ય અને આતંકી સંગઠનો સાથે જોડાયેલા છેક ૧ અબજ ડૉલર (આશરે ૮૩૦૦ કરોડ રૂપિયાથી વધુ) ની કિંમતના ક્રિપ્ટોકરન્સી ફંડ્સને કાયદેસર રીતે જપ્ત (Seize) કરી લીધા છે. અમેરિકાના આ અણધાર્યા અને ડિજિટલ પ્રહારથી ઈરાન સરકાર આર્થિક સંકટની ભારે ગર્તામાં ધકેલાઈ ગઈ છે અને મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાવા લાગ્યા છે.
ફોક્સ બિઝનેસના એક કાર્યક્રમમાં વાતચીત દરમિયાન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટિએ જણાવ્યું કે, અમે ઈરાનના આશરે એક અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડને ફ્રીઝ કરી દીધા છે અને સીધા તેમના ડિજિટલ વોલેટ્સ પર કબજો મેળવી લીધો છે. તેમણે દાવો કર્યો કે, તાજેતરના અઠવાડિયામાં કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને આર્થિક પ્રતિબંધોએ ઈરાનને ગંભીર નાણાકીય સંકટમાં ધકેલી દીધું છે.
બેસેન્ટના મતે, છેલ્લા 5થી 6 અઠવાડિયામાં અમેરિકી સૈન્ય અભિયાન અને આર્થિક દબાણે ઈરાનની કમર તોડી નાખી છે. દેશની આર્થિક સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ઈરાનના સૈન્ય અને સુરક્ષા કર્મચારીઓને સમયસર પગાર પણ મળી રહ્યો નથી. આ સાથે જ ત્યાં મોંઘવારી આસમાને પહોંચી છે અને સરકારને લોકો માટે ફૂડ વાઉચર જેવી યોજનાઓ શરૂ કરવાની ફરજ પડી છે.
અમેરિકી ટ્રેઝરી સેક્રેટરીએ ખુલાસો કર્યો હતો કે, માર્ચ 2025માં શરૂ કરાયેલા ઓપરેશન ઈકોનોમિક ફ્યુરી અંતર્ગત ઈરાનના બૅંક ખાતાઓ, વિદેશી સંપત્તિઓ અને આખા ફાયનાન્સિયલ નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકા પોતાના યુરોપીયન સાથી દેશો સાથે મળીને ઈરાન સાથે જોડાયેલા આલીશાન બંગલા, વિલા અને અન્ય મિલકતોને પણ જપ્ત કરી રહ્યું છે.

 

(5:45 PM IST)